ગીર સોમનાથ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં આપત્તિ અન્વયે બચાવની પ્રવૃતિથી માહિતગાર થયા વિદ્યાર્થીઓ

ગીર સોમનાથ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં આપત્તિ અન્વયે બચાવની પ્રવૃતિથી માહિતગાર થયા વિદ્યાર્થીઓ

ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ

 

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ ગુજરાત સરકાર ગાંધીનગર જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર તેમજ કલેક્ટર કચેરી ગીર સોમનાથ દ્વારા શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાની ૭૮ પ્રાથમિક શાળાઓમાં આપત્તિ દરમિયાન બચાવ પ્રયુક્તિ અન્વયે વિદ્યાર્થીઓમાં યોગ્ય સમજ કેળવાય તેવા હેતુસર વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ તેમજ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ભૂકંપ, વીજળી પડવી, પૂર આવવું, શૉક લાગવો, અકસ્માત થવો વગેરે કુદરતી તેમજ માનવસર્જિત દુર્ઘટનાઓમાં સાવચેતી માટે ક્યા ક્યા પ્રકારના પગલા લેવા? આપત્તિ સામે રક્ષણાત્મક પગલા લેવા, આફત પહેલા પૂર્વતૈયારીના ભાગરૂપે શું કરવું? આ તમામ બાબતો વિશે વિદ્યાર્થીઓને વિવિધ વિભાગો દ્વારા સેમિનાર અને નિદર્શન વડે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા ફાયર ઓરિએન્ટેશન પ્રોગ્રામ અને ડેમોસ્ટ્રેશન તેમજ ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા વિવિધ પ્રાણીજન્ય આપત્તિઓ, વનીકરણ તેમજ ગ્લોબલ વોર્મિંગ ઉપર જાગૃતી કાર્યક્રમ, એઆરટીઓ દ્વારા રોડ સેફટી વિષયક માહિતી, GVK-EMRI દ્વારા ૧૦૮ની વિવિધ સેવાઓ તથા કુદરતી અને માનવ સર્જિત આપત્તિ અન્વયે બચાવ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમ અંતર્ગત એજન્સીઓ તેમજ GHCL ફાઉન્ડેશન સુત્રાપાડા, ઈન્ડિયન રેયોન-વેરાવળ, અંબુજા સિમેન્ટ-વડનગર, G.S.P.L. કોડીનાર જેવી પ્રાઈવેટ કંપનીઓ દ્વારા વિવિધ આપત્તિઓ અને તેમના બચાવ અન્વયે લેવાનાં થતાં પગલાઓ અન્વયે પોતાનું યોગદાન આપતા સેમિનાર અને નિદર્શનના માધ્યમથી વિદ્યાર્થીઓ માટે જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજ્યા હતાં.

Related posts

Leave a Comment