કોડીનાર ખાતે ગીર સોમનાથ જીલ્લા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા મિટિંગ નું આયોજન

હિન્દ ન્યૂઝ, કોડીનાર

           કોડીનાર ખાતે ગીર સોમનાથ જીલ્લા ભારતીય જનતા યુવા મોરચા ગીર સોમનાથ જીલ્લા ની બુહદ કારોબારી તથા ITSM ની મિટીંગ નું આયોજન લોહાણા મહાજન વંડી કોડીનાર મુકામે કરવામાં આવ્યું હતું.

જેમા જીલ્લા યુવા મોરચાના અધ્યક્ષ વિશાલ ભાઈ વોરા, કોડીનાર તાલુકા ભાજપ પ્રમુખ સુભાષ ભાઈ ડોડીયા, પ્રતાપ ભાઈ ડોડીયા, દિલીપભાઇ મોરી, ITSM જીલ્લા કન્વીનર નંદુબેન ભમ્મર, પ્રદેશ લઘુમતી મોરચા ના ઉપાધ્યક્ષ જીશાન ભાઇ નકવી, મહામંત્રી હરીભાઇ વાળા, મીલીનભાઇ જાદવ, શહેર યુવા મોરચા પ્રમુખ અજય પરમાર તેમજ વોર્ડ નં.2 નાં નગરપાલિકા નાં સભ્ય નારણભાઈ બારડ અને તેની પુરી ટીમ દ્રારા વોર્ડ નં 2 માં બુથ નં.111 ની પેજ કમિટી ની યાદી ભાજપ કાર્યાલય એ સુપરત કરેલ છે.

રિપોર્ટર : ભગીરત અગ્રાવત, કોડીનાર

Related posts

Leave a Comment