હિન્દ ન્યૂઝ, પાટણ
પાટણ નગરપાલિકા દ્વારા ફાળવવામાં આવેલ ગુજરાત સરકાર ની IHSDP યોજના હેઠળ મોજે ગુંગડીપાટીના રે. સ. નં.180 પૈકી માં સીટી સર્વે નાં વધારેલ વિસ્તારના શીટ નં.123 તથા 132 ના સીટી સર્વે નંબર 3139 પૈકીમાં પાટણ શહેરમાં શ્રમજીવી વિસ્તારમાં 240 આવાસો બનાવવામાં આવ્યા છે.
આ મકાનોમાં નળ કનેકશન આપવામાં આવેલ છે. પરંતુ પાટણ નગરપાલિકા ચીફ ઓફિસર પાચાભાઈ માળી દ્વારા નળ કનેકશન ચાલું કરવાં માટે દંડ સહિત વેરો ભરવા માટે જણાવવામાં આવ્યું જે મકાનો એક સરખા હોવા છતાં ગરીબ પરિવાર ને અલગ અલગ દંડ સહિત વેરો ભરાવી રહ્યાં છે.
ગરીબ પરિવાર નાં લોકોએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય સરકાર ની નળ સે જળ યોજનાં હેઠળ પણ અમને દંડ સહિત વેરો ભરવા લેખીત જાણ કરી છે પરંતુ આ યોજના માર્ચ મહિના સુધી હોવાથી અમો વેરો ભરવા તૈયાર છીએ પરંતુ ચીફ ઓફિસર પાચાભાઈ માળી પહેલા દંડ સહિત વેરો ભરવા જણાવે છે. સાથે તેઓએ જણાવ્યુ પાઈપ લાઈન મા ભંગાણ પડ્યું છે. માટે પાણી આવ્યુ નથી. પણ તમારે દંડ સહિત વેરો ભરશો તો જ પાણી ચાલુ કરશું, તેમ જણાવ્યું હતું.
તેઓને અમોએ જણાવ્યુ હતું કે ચાર દિવસ થી પાણી દૂર જઈ ભરી લાવીએ છીએ તો વૈકલ્પિક વ્યવસ્થા કરવા પાણી ટેન્કર મોકલવા વિનંતી કરી હતી. પરંતુ ચીફ ઓફિસર દ્વારા હજુ સુધી વ્યવસ્થા કે અમારી ગરીબ પરિવાર ની વેદના જોવા આવ્યા નથી.
સમાચાર મા જોયું હતું કે ચીફ ઓફિસર પાચાભાઈ માળી પાટણ શહેર ને સુંદર સરસ લાગે તેમ કામ કરે છે. પોતે ભૂગર્ભ ગટર મા ઉતરી સાફ સફાઈ કરતાં જોવા મળ્યા હતા. તો પછી અમારા ગરીબ પરિવાર ની વેદના જોવા આવ્યા નથી કે સાંભળતા નથી કેમ ?
અમો અહીંના લોકોએ તેમની લોકહિત ની કામગીરી જોઈને તેઓનું સન્માન કરાયું હતું. પણ ચાર દિવસ થી પાણી વગર અમે જીવન જીવી રહ્યા છીએ, પરંતુ તેઓ જોવા પણ આવતા નથી. અમારા પાણી નાં પ્રશ્ન બાબતે ચીફ ઓફિસર પાંચાભાઈ માળી પાટણ નગરપાલિકા ને વારંવાર, ગુજરાત રાજ્ય સરકાર મંત્રી ઇશ્વરભાઇ પરમાર, ડેપ્યુટી કલેક્ટર એન. ડી. પરમાર, તમામ સરકારી તંત્ર પ્રશાસન તથા તત્કાલીન પ્રમુખ મહેન્દ્રભાઈ કે. પટેલ તથા કોંગ્રેસ વિપક્ષ નેતા ભરત ભાટીયા ને જાણ કરી તેમ છતાં ગરીબ પરિવાર ની વેદના સંભાળવા માટે કોઈ તૈયાર નથી.
પાટણ સરકારી વહિવટી તંત્ર ની સોશિત પીડિત વંચિત લોકોને હેરાન પરેશાન કરવાની કામગીરી ને કારણે લોકોને આત્મવિલોપન કરવાં માટે મજબૂર થવું પડે છે તેમ જણાવ્યુ હતુ. ભાજપ શહેર પ્રમુખ કિશોર મહેશ્વરી સાથે ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે આજે સાંજે રૂબરૂ મુલાકાત લઈ જોઈ આપના પ્રશ્ન બાબતે નિરાકરણ લાવવા કહ્યુ છે.
રિપોર્ટ : મયુર જાની, ભાવનગર