દ્રારકા જીલ્લા ના જામ ખંભાળીયા મા ઇન્ડીન રેડક્રોસ સોસાયટી દ્રારા બ્લડ કેમ્પ નુ આયોજન કરાયુ

હિન્દ ન્યૂઝ, જામ ખંભાળિયા

          જામ ખંભાળીયા ના ઇન્ડીન રેડક્રોસ સોસાયટી તેમજ સ્વ.રમાબેન મથુરાદાસ મામતોરા ના સ્મરણાથેઁ હસ્તે નવીનભાઇ મથુરદાસ મામતોરા લંડનવાળા નાં આર્થિક સહયોગથી જામ ખંભાળીયા નગરનાકા પાસે આવેલ કાનજી ચેતુર ધર્મશાળા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામા આવ્યો હતો. જેમા જીલ્લા ડી.વાય.એસ.પી. ચોધરી ના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી ને શુભ શરૂઆત કરવામા આવી હતી. ત્યારે ઇન્ડીન રેડક્રોસ સોસાયટી ના ચેરમેન કીરીટભાઇ મજીઠીયા તેમજ તેમની ટીમ દ્રારા જણાવવામાં આવ્યું હતુ કે હાલ કોરાના કાળ ની પરિસ્થિતિમાં તેમજ થેલેમેસિયા વાળા બ્લડ ની જરૂરીયાત ઉભી થતી હોય સ્વ. રમાબેન મથુરાદાસ મામતોરા ના આર્થિક સહયોગથી આ બ્લડ કેમ્પ 101 બ્લડ ની બોટલ ના ટાગેટૅ સાથે કેમ્પ યોજવામા આવ્યો હતો.

           જેમા જામનગર ની વોલન્ટરી બ્લડબેંક દ્રારા ભારે જહેમત ઉઠાવવામા આવી હતી. તેમજ તમામ રકત દાતા ઓને સંસ્થા તરફથી આકર્ષણ સ્મુતિ ભેટ આપવામા આવી હતી તેમજ આ બ્લડ ડોનેશન કેમ્પ ને સફળ બનાવા રેડક્રોસ સોસાયટી ના ચેરમેન કીરીટભાઇ મજીઠીયા, વાઇસ પ્રેસીડન્ટ યોગેશભાઇ મોટાણી, વાઇસ ચેરમેન પંકજભાઇ પંડયા ટ્રેઝરર વગેરે એ સહયોગ આપ્યો હતો.

રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળિયા

Related posts

Leave a Comment