ભારતવર્ષમાં પ્રથમ વખત હનુમાનજીના જન્મ સ્થળ કર્ણાટકના હમ્પીથી કર્ણાટક ગવૅર્નર દ્વારા શીલા પૂજન કરી લાંભવેલ હનુમાનજી મંદિરના ભવ્યાતી ભવ્ય જીણોધ્વર માટે આવશે

હિન્દ ન્યૂઝ, નડિયાદ

           તા.૧૦/૧/૨૧, ગુજરાત મા ચરોતર મધ્યે, આણંદ જિલ્લા ના, લાંભવેલ ગામે વિશાળ આંકડાના થડ માંથી એક માત્ર સ્થાને સ્વયંભુ પ્રગટ શ્રી લાંભવેલા હનુમાજી દાદા, શ્રી રામ લક્ષમણ સાથે ચમત્કારીક રૂપે ૧૨૫૦ વર્ષ થી સાક્ષાત બિરાજમાન છે. આ સર્વે ઈચ્છાપૂર્તિ શ્રી હનુમાનજીની સેવાપુજા કરતા મેવાડા બ્રાહ્મણ પરિવાર ના કાર્યકાળને આવતા ઑગષ્ટ -૨૦૨૩ ના રોજ ૫૦૦ વર્ષ થવા જઈ રહયા છે, ત્યારે સમાજ ના લોકો દ્વારા સમાજના સહયોગ થી વિવિધ સીમિતિઓ જેવીકે પ્રોત્સાહક સમિતિ, જીણોધ્વર સમિતિ, બાંધકામ સમિતિ, ઉત્સવ સમિતિ, નિધિ સમિતિ, હનુમંત જન જાગરણ સમિતિઓ દ્વારા આ મંદિર અને પરિસર નુ ભવ્યતિભવ્ય પુન:નિર્માણ પામવા જઈ રહયું છે, જેમાં વિવિધ ઉત્સવોનું પણ આયોજન થઇ રહયું છે.

            જેના ભાગ રૂપે વાલ્મિકી રામાયણ મહાકાવ્ય (શ્લોક -૩.૭૩) અનુસાર પંપા નજીક, ઋષ્યમુખ પર્વત આધુનિક સમય ના કોપલ જિલ્લા નુ હમ્પી ક્ષેત્ર, કીશીન્ધા (વાનર સ્વામી સુગ્રીવનુ સામ્રાજ્ય ) ની પાસે અંજનેય પર્વત પર માતા અંજનીએ પુત્ર પ્રાપ્તિ માટે ભગવાન શિવ પાસે થી વરદાન મેળવવા તપ – ધ્યાન કર્યું હતુ અને હનુમાનજી નો જન્મ થયો હતો. તે અતિ પવિત્ર દુર્લભ સ્થાને થી ભારત વર્ષ મા પ્રથમ વખત ઉપરોક્ત સ્વયંભૂ પ્રગટ શ્રી લાંભવેલા હનુમાનજી મંદિર ના જીણોધ્વર ના ભૂમિ પૂજન માટે પવિત્ર શીલા લાવવા એક ટીમ તા. ૭/૧/૨૧ ના રોજ પ્રસ્થાન કરેલ છે.

            આ શીલા નુ આજ રોજ તા.૧૦/૧/૨૧ ના રોજ કર્ણાટક ના મહામહિમ ગવૅર્નર વજુ ભાઈ વાળા, નિર્મણાધીન લાંભવેલ મંદિર ના શિલ્પી રાજુભાઈ / મેહુલ /દર્શન સોમપુરા, કશ્યપ ત્રિવેદી, પ્રવીણ પટેલ (લક્ષ ), ડૉ. સુજય જોષી અને કાંતિ પટેલ (ઉમા) દ્વારા કર્ણાટક ના જન્મ સ્થળે સંપૂર્ણ શાસ્તરોક્ત વિધિ થી પૂજા કરવામાં આવી રહી છે.

           જે શીલા ની રથ યાત્રા તા.૧૨/૧/૨૧ ના રોજ ગુજરાત પ્રવેશ થી વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા વાસદ માં સ્થાનિક ભક્તો દ્વારા સ્વાગત પૂજા કરવામાં આવશે અને સંતરામ મંદિર ખાતે પધારશે. ત્યાર બાદ તા.૧૬/૧/૨૧ ના રોજ આ શીલા ની રથયાત્રા નડિયાદ સંતરામ મંદિર થી ઉત્તરસંડા, ભૂમેલ, વડતાલ સ્વામિનારાયણ મંદિર, કરમસદ -સંતરામ મંદિર, વિદ્યાનગર -ઈસકોન મંદિર, આણંદ – રોકડીયા હનુમાનજી -સિદ્ધિવિનાયક મંદિર થઇ ને લાંભવેલ મંદિરે બપોરે ૨.૦૦કલાક ના શુભ મુહૂર્ત માં પ્રવેશ કરશે, ત્યાં દાદા સમક્ષ જિલ્લા ના તમામ સાધુ સંતો અને અગ્રણીઓ દ્વારા મંત્રોચાર સાથે શીલા પૂજન થશે. જીણોદ્વારા ના આ કાર્યક્રમ માં જોડાયેલ વિવિધ સમિતિયોની સંતો દ્વારા શપથ વિધિ થશે અને પ્રસાદ લીધા બાદ રાતે માન. અશ્વિન પાઠક દ્વારા સુંદરકાંડ ના પાઠ યોજાશે. તા.૧૬ જાન્યુઆરી બાદ વર્ષ દરમ્યાન ઉપરોક્ત પ્રસાદીની શીલા ના ભક્તજનોને દર્શન – સ્પર્શ માટે આણંદ અને ખેડા જિલ્લા ના તમામ ગામો માં રથયાત્રા સ્વરૂપે નીકળશે અને સાથોસાથ ગામે ગામ હનુમાન ચાલીશા ના પાઠ નુ આયોજન કરવામાં આવશે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment