શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ નખત્રાણા તાલુકાના દ્રષ્ટીની ખામીવાળા ૧૨૫ બાળકોને નિ:શુલ્ક ચશ્મા વિતરણ

હિન્દ ન્યુઝ, નખત્રાણા

   રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમના નેશનલ પ્રોગ્રામ ફોર કંટ્રોલ ઓફ બ્લાઇન્ડનેસ એન્ડ વિઝયુઅલ એમ્પીયરમેન્ટ (NPCB & Vi)અંતર્ગત નખત્રાણા તાલુકા આરોગ્ય કચેરી તરફથી નખત્રાણાની વિવિધ શાળાઓનાં બાળકોના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. આર.આર. ફુલમાલી અને તાલુકા આરોગ્ય અધિકારી ડો.એ. કે. પ્રસાદના માર્ગદર્શન હેઠળ આર.બી.એસ.કે નોડલ ઓફિસર ડૉ. અજય ત્રિવેદીની આગેવાનીમાં આર.બી.એસ.કે. ટીમના ડો. શૈલી શુક્લા, ડો.અનિલ પંડ્યા અને ડો.કશ્યપ ડોડીયા દ્વારા નખત્રાણાની વિવિધ શાળાઓનાં બાળકોના આરોગ્યની તપાસણીમાં ૨૪૫ બાળકોની તપાસ કરતા ૧૨૫ બાળકોમાં દ્રષ્ટિની ખામી જણાઈ આવી હતી. આ બાળકોને વિનામૂલ્યે ચશ્મા આપવામાં આવ્યા હતા. બાળકોની આંખોની ચકાસણી આપટરો મેટ્રિસ્ટ કાર્તિકભાઈ સોલંકી દ્વારા કરવામાં આવી હતી. આ કામગીરીમાં આર.બી.એસ.કે ટીમના હીનાબેન લોચા, દિવ્યાબેન, ભક્તિબેન દરજી, લીનાબેન સુતરીયા તથા તાલુકા સુપરવાઇઝર સુલેમાનભાઈ પિંજારાએ જરૂરી સહયોગ આપ્યો હતો.

Related posts

Leave a Comment