ઠાસરા પો.સ્ટે. ખાતે દાખલ થયેલ ખુનના વણશોધાયેલ ગુનાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી ખેડા (નડિયાદ) એલ.સી.બી.

હિન્દ ન્યૂઝ, ખેડા

ગત તા. ૧૨/૧/ર૦૨૧ ના રોજ ઠાસરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ઠાસરા તેમજ ડાભસર ગામની શેઢી શાખા વિસ્તારમાંથી ઇલીયાસ હાજીઅહેમદ શેખ (બાંડી) રહે.સેવાલીયા હુસેન સોસાયટી તા.ગળતેશ્વર જી.ખેડાની લાશ મળી આવેલ હતી. જે બાબતે સેવાલીયા પો.સ્ટે. ગુમ જાણવા જોગ દાખલ થયેલ હતી. તે પછી તપાસ દરમ્યાન સદર ઇસમનું માથાના ભાગે ઇજા કરી મોત નિપજાવેલ હોવાનું જણાઇ આવતા ઠાસરા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૧૨૦૪ ૦૬૦ ૨૧ ૦૦૧૦/ ર૦૨૧, કલમ ૩૦ર મુજબનો ગુનો રજીસ્ટર કરવામા આવેલ.

સદર અનડીટેકટ ખૂનના ગુનાની વિઝિટ કરી ગુનામાં સંડોવાયેલા શકદારોની સઘન પુછપરછ કરી વણશોધાયેલ ખુનના ગુનાને શોધી કાઢવા માટે પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ એલ.સી.બી. પો.ઇન્સ. એમ.ડી.પટેલ નાઓને સુચના કરેલ હોય, જે સુચનાની અમલવારીના ભાગરૂપે એલ.સી.બી. પો.ઇન્સ. એમ.ડી.પટેલ નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા સદર ગુનાવાળી જગ્યાની વીઝીટ કરી, જરૂરી ટેકનીકલ સેલની મદદ મેળવી ગુનો શોધી કાઢવા જરૂરી પ્રયત્નો હાથ ધરવામા આવેલ હતા.

સદર ગુનાના કામે એલ.સી.બી. સ્ટાફના અહેડકો દેવેન્દ્રસિંહ રણજીતસિંહ, આ.હે. અર્જુનસિંહ બલુસિંહના ચોક્કસ બાતમીદારથી બાતમી હકીકત મળેલ હતી કે આ ગુનાના કામના શકદાર (૧) નસરૂદીન લતીફમીયા શેખ રહે.રૂસ્તમપુરા ટેકરા ફળીયું તા.ગળતેશ્વર જી.ખેડા નાઓએ તેમના મળતીયાઓ દ્વારા સદર ગુનાને અંજામ આપેલાનું જણાઇ આવતા શકદાર નસરૂદીનને એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. એ.ઓ.તિવારી, એ.એસ.આઇ. રતેસિંહ, અ.હે.કો દેવેન્દ્રસિંહ, આ.હે.કો.અર્જુનસિંહ, અ.હે.કો. ઋતુરાજસિંહ, પો.કો. અનિરૂદ્ધસિંહ, પો.કો. ગીરીશભાઇ, પો.કો. અમરાભાઇ તથા પો.કો. પ્રદિપસિંહ નાઓ મારફતે અત્રેની એલ.સી.બી.શાખામાં બોલાવી યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા અને શકદાર નસરૂદીને પોતે તથા પોતાના અન્ય સાથીદારો (૨) હારૂન ઐયુબભાઇ શેખ રહે.અંગાડી ચોથીયાવાડ તા.ગળતેશ્ર્વર જી.ખેડા તથા (૩) રોહિતભાઇ વખતસિંહ પરમાર રહે.ગડીયા તા.ગળતેશ્ર્વર જી.ખેડા મળતીયાઓએ સાથે મળી સદર મરણ જનાર ઇલીયાસ હાજીઅહેમદ શેખ (બાડી) નુ ખુન કરેલાનુ એકરાર કરતા ઉક્ત ગુનામાં સંડોવાયેલ બાકીના બંન્ને આરોપીઓને પણ એલ.સી.બી. સ્ટાફ દ્વારા ઝડપી પાડ્યા હતા.

આ ગુનાના કામે પકડાયેલ ત્રણેય આરોપીઓની કઠોર પુછપરછ દરમ્યાન મરણ પામનાર ઇલીયાસ હાજીઅહેમદ શેખ (બાડી) એ ગાડીની લે-વેચનો ઘંઘો કરતા હતા. જેથી નસરૂદીનના ગેરેજ ઉપર આવતા તેની સાથે મિત્રતા થયેલ હતી. જેથી નસરૂદી અને ઇલીયાસ વચ્ચે થયેલ એક વેગન આર ગાડીના સોદાના રૂ.૨૦,૦૦૦/-ઇલીયાસે નસરૂદીનને આપવાના બાકી રાખેલા. જેની નસરૂદીને અવારનવાર ઇલીયાસ પાસે માંગણી કરતા આપ્યા ન હતા. જેથી નસરૂદીન તથા રોહિત તથા હારૂને ઇલીયાસ ને માર-મારવાની બીક બતાવી પૈસા કઢાવવાનું નકકી કર્યું હતું . જેથી ગત તા.૧૧/૦૧/૨૦૨૧ ના રોજ સાંજના ચાર વાગે નસરૂદ્દીને ઇલીયાસને ગાડી બતાવવાનું કહી ડાભસર કેનાલ ઉપર બોલાવી તેના અન્ય સાગરિતો રોહિત તથા હારૂનને બાઇકના જમ્પરની પાઇપ સાથે બોલાવ્યા હતા, દરમ્યાન નસરૂદ્દીને ઇલીયાસ પાસે બાકી નિકળતા પૈસાની માંગણી કરતા ઇલ્યાસ પાસે પૈસા હોવા છતાં તે આપતો ન હોઇ જેથી ઇલીયાસ અને નસરૂદીન બંન્ને વચ્ચે ગાળા ગાળી થતા નસુરૂદીને ઇલીયાસ ના માથામાં બાઇકના જમ્પરની પાઇપ મારતા તે પડી ગયેલો અને ભાગવા જતાં રોહિતે જમ્પરની પાઇપ લઇ ઇલીયાસ ને માથામાં મારી હતી. જેથી ઇલીયાસ નીચે પડી ગયો હતો અને બે ભાન થઇ ગયેલ. જેથી તેના શર્ટ ના ખિસ્સા માંથી મોબાઇલ ફોન તથા પેન્ટ ના ખિસ્સ્માંથી રૂ.૩૫,૦૦૦/- કાંઢી ઇલ્યાસને કેનાલમાં નાખી દીધેલ હતો અને ત્રણેય જણાએ ગાડીને ઘક્કો મારી કેનાલના પાણી નાંખી દીધેલ હતો.

આ ગુનાના કામે સંડોવાયેલ આરોપીઓ (૧) નસરૂદીન લતીફમીયા શેખ રહે.રૂસ્તમપુરા ટેકરા ફળીયું તા.ગળતેશ્ર્વર જી.ખેડા (ર) હારૂન ઐયુબભાઇ શેખ રહે.અંગાડી ચોથીયાવાડ તા.ગળતેશ્ર્વર જી.ખેડા (૩) રોહિતભાઇ વખતસિંહ પરમાર રહે.ગડીયા તા.ગળતેશ્ર્વર જી.ખેડા નાઓને ઉક્ત ગુનાના કામે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) એ, મુજબ પકડી સદરી આરોપીઓ પાસેથી તેમોના ત્રણ મોબાઇલ સાથે મરણ જનાર ઇલ્યાસભાઇનો મોબાઇલ પણ મળી આવતા ચારેય મોબાઇલ કિં.રૂ. ૧૫,૫૦૦/- ના ગણી લઇ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી નડીયાદ ટાઉન પો.સ્ટે. સોંપવામાં આવેલ છે. સદર ગુનાની વધુ તપાસ વી.એ.શાહ પો.સ.ઇ. ઠાસરા નાઓ કરી રહેલ છે.

આમ, એલ.સી.બી. ખેડા-નડિયાદ દ્વારા ઠાસરા પો.સ્ટે. દાખલ થયેલ ખુનના ગુનાને ગણતરીના કલાકોમાં શોધી કાઢી ખુનનો વણશોધાયેલ ગુનો શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

રિપોર્ટર : રાકેશ મકવાણા, ખેડા

Related posts

Leave a Comment