ગળતેશ્વર તાલુકા ખાતે આગામી આવતી સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી નો સંપૂર્ણ બહિષ્કાર કરવાની જાહેરાત સાથે મામલતદારને આવેદન

હિન્દ ન્યૂઝ, ગળતેશ્વર

ગળતેશ્વર તાલુકાના વસો ગ્રામપંચાયત વિસ્તાર માં આવેલ નેતરીયા ગામ ને વર્ષો થી રસ્તા ની પડતી મુશ્કેલીને લઇને આગામી આવતી સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી નો સંપૂર્ણ બહિષ્કાર કરવાની જાહેરાત સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વસો ગ્રામપંચાયતમાં આવેલ નેતરીયા રાવણા વિસ્તારમાં વર્ષોથી રસ્તાની પડતી મુશ્કેલીને લઈને ગ્રામજનો ત્રાહિમામ પોકારી ગયા છે. ગ્રામજનો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈપણ નિરાકરણ ન આવતા આગામી આવનાર સ્થાનિક સ્વરાજ ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની જાહેરાત સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર વસો ગ્રામપંચાયતમાં આવેલ નેતરીયા રાવણા વિસ્તારમાં આશરે 2500થી વધુની વસ્તી વસવાટ કરે છે અને ભીમકુઇ ગામથી માત્ર એક નાળિયું હોવાથી તેમાંથી આવવા જવામાં ઘણી તકલીફ પડે છે અને કોઈ આકસ્મિક સમયે કોઈપણ વાહન આવી શકતું નથી. સારા કે ખરાબ પ્રસંગમાં પણ અવરજવરમાં ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને કોઈપણ વિકાસનું કામ આ વિસ્તારમાં કરવામાં આવ્યું નથી. આ રસ્તાનું નિરાકરણ વહેલી તકે લાવવામાં આવે નહી તો આગામી સમયમાં આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી..

રિપોર્ટર : રાકેશ મકવાણા, ખેડા

Related posts

Leave a Comment