હિન્દ ન્યૂઝ, વેરાવળ
કોંગ્રેસ દ્વારા શરુ કરાયેલ હેલ્લો કેમ્પેઇન ના પ્રચંડ પ્રતિસાદ બાદ રાજ્યભરમાં સામે આવેલ શાશકો અને પ્રજા વચ્ચે ખુબ મોટો કોમ્યુનિકેશન ગેપ દૂર કરવો જરૂર જ નહિ પણ આવશ્યક હોય, આ મહાજનસંપર્ક અભિયાન દ્વારા લોકોના આક્રોશ અને રોષ ને ધ્યાને લઇ લોક હિતના જરૂરી પ્રશ્નો ને સરકાર સુધી પહોંચાડવા નો જરૂરી પ્રયાસ કરવામાં આવનાર હોવાનું ગુજરાત પ્રદેશ કોંગ્રેશ ના મહિલા અગ્રણી ઉષાબેન કુસકીયા દ્વારા એક અખબારી યાદી માં જણાવાયું છે. આ તકે ઉષાબેન કુસકીયા એ વધુમાં જણાવેલ કે સરકારની અણ આવડત અને ખોટા નિર્ણયોના કારણે શહેરી તથા ગ્રામીણ પ્રજા પારાવાર મુશ્કેલીઓ સાથે અનેક યાતનાઓ ભોગવી રહેલ છે, ત્યારે આમ જનતા માં ખુબ જ રોષ સાથે આક્રોશ સામે આવેલ છે, ત્યારે આ બહેરી અને મૂંગી સરકાર ને જગાડવા કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો દ્વારા આજરોજ તા.18 જાન્યુઆરી થી 28 જાન્યુઆરી સુધી દશ દિવસ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વોર્ડ વાઈઝ વરિષ્ઠ આગેવાનો સંગઠનના હોદેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત ના આગેવાનો પ્રજાજનો સાથે સીધો સંપર્ક સાધીને પ્રશ્નોથી જાણકારી મેળવી જરૂરી ચર્ચાઓ સાથે આવનારી ચૂંટણીમાં જનતાના મેનીફેસ્ટોમાં સમાવીને પ્રશ્નોનું જરૂરી નિરાકરણ લાવશે. આ અભિયાનનો મુખ્ય હેતુ લોકોની સ્થાનિક સમસ્યાઓ રૂબરૂ સાંભળી તેના જરૂરી નિવારણ માટે ખાસ રણનીતિ ઘડી સરકારમાં આ અંગેની અસરકારક રજૂઆત કરવામાં આવનાર હોવાનું યાદીમાં જણાવ્યું છે.
બ્યુરોચીફ (વેરાવળ) : તુલસી ચાવડા