ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે રોડ ડાયવર્ઝન અંગેનું જાહેરનામું બહાર પાડતાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર

આગામી તા.૨૦/૦૬/૨૦૨૩ નાં રોજ ભગવાનશ્રી જગન્નાથજીની રથયાત્રા ભાવનગર શહેરનાં સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવનાં મંદિર ખાતેથી નિકળનાર છે. આ રથયાત્રાના પ્રારંભ સમયે સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવ મંદિર સામે રોડ પર રથને ઉભો રાખી પૂજા, અર્ચન કરી રથયાત્રા પ્રસ્થાન કરાવવામાં આવે છે. આ સમય દરમ્યાન રોડ પર મોટી સંખ્યામાં ભાવીકો એકત્રીત થતા હોય, રથયાત્રા રૂટ પર ટ્રાફીક નિયમન જળવાઈ રહે તેથી તા.૨૦/૦૬/૨૦૨૩ નાં સવારે ૫-૦૦ કલાક થી ૯-૦૦ કલાક સુધી પટેલ પાર્કથી સુભાષનગર ચોક સુધીનાં રસ્તામાં વાહન નહી પ્રવેશવા દેવા અને આ રસ્તા પર પસાર થતા વાહનોનું ટ્રાફિકનું ડાયવર્ઝન કરવા અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષક, ભાવનગરના દ્વારા દરખાસ્ત રજુ થયેલ છે. જે અનુસાર રથયાત્રા ભાવનગર શહેરનાં લોકોની વધુ અવર – જવરવાળા ગીચ વિસ્તારોમાંથી પસાર થનાર હોવાથી રથયાત્રાના રૂટ ઉપર ટ્રાફીકનું નિયમન કરવું અનિવાર્ય જણાતા ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ (સને ૧૯૫૧ ના રરમાં અધિનિયમ) ની કલમ ૩૩ (૧)(બી) થી મળેલ અધિકારની રૂઈએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા તા.૨૦/૦૬/૨૦૨૩ નાં રોજ સવારનાં ૦૫-૦૦ કલાક થી ૦૯-૦૦ કલાક સુધી પટેલ પાર્કથી સુભાષનગર ચોક સુધીનાં રસ્તામાં વાહન નહી પ્રવેશવા દેવા અને આ રસ્તા પર પસાર થતા વાહનોને અન્ય રસ્તાઓ ઉપર ટ્રાફિકનું ડાયવર્ઝન કરવા ફરમાવેલ છે.

જેમાં ભાવનગર એરપોર્ટથી પટેલ પાર્ક તરફ જતા તમામ પ્રકારનાં વાહનોને શિવાજી સર્કલ તરફ ડાઈવર્ટ કરવા, પટેલ પાર્ક એરપોર્ટ તરફ જતા તમામ પ્રકારનાં વાહનોને લાલ બહાદુર શાસ્ત્રી સર્કલથી જમણી સાઈડ ઘોઘા રોડ પોલીસ સ્ટેશન, ભાવનગર તરફ આવતા રોડ તરફ તથા ડાબી સાઈડ આનંદનગર તરફ જતા રોડ બાજુ વાહનો ડાઈવર્ટ કરવાનાં રહેશે.

આ જાહેરનામામાંથી પોલીસ ડીપાર્ટમેન્ટ, મહેસુલ ખાતુ, પી.જી.વી.સી.એલ., ફાયરબ્રીગેડ, એમ્બ્યુલન્સ તથા આવશ્યક સેવા અંગેના વાહનો તથા રથયાત્રામાં નિયમાનુસાર નોંધાયેલ સામેલ વાહનોને મુક્તિ આપવામાં આવે છે.

સદરહું જાહેરનામાનો ભંગ/ઉલ્લંધન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ- ૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના દરજ્જાના ન હોય તેવા અધિકારીને અધિકૃત કરવામાં આવે છે.

ભાવનગર બ્યુરો ચીફ : ડો.હકીમ ઝવેરી

Related posts

Leave a Comment