ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારત ના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ના લોકલાડીલા પૂર્વ મુખ્ય મંત્રી માન. માધવસિંહ સોલંકી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

હિન્દ ન્યૂઝ, ખેડા

આજ રોજ ખેડા જિલ્લા ના નડિયાદ શહેર મા ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નડિયાદ શહેર ના પૂર્વ પ્રમુખ ચિરાગભાઈ બ્રહ્મભટ્ટ તથા નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિ ના નવનિયુક્ત પ્રમુખ હાર્દિકભાઈ ભટ્ટ તથા નડિયાદ શહેર ના કોંગ્રેસ ના કાર્યકર્તાઓ તથા આગેવાનો અને સમગ્ર ખેડા જિલ્લા પ્રમુખ તથા કાર્યકર્તા અને આગેવાનો દ્વારા આજ રોજ નડિયાદ શહેર ખાતે ભારત ના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ના લોકલાડીલા પૂર્વ મુખ્ય મંત્રી માન. માધવસિંહ સોલંકીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને સાથે સાથે સૌ આગેવાનો દ્વારા સાદર સત્કાર થી એક સાથે મૌન પાડવામાં આવ્યું હતું.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment