સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) એટલે સંકલ્પ સ્વચ્છ અને નિરોગી ભારત

હિન્દ ન્યુઝ, સુરત

    સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનાનું નામાંકન બીજી ઓક્ટોબર-૨૦૧૪ના દિવસે માનનીય પ્રધાનમંત્રીએ સમગ્ર ભારતને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત સંપૂર્ણ ભારતને સ્વચ્છ અને નિરોગી કરવાનું આહ્વાન કર્યું હતું. શૌચાલયના બાંધકામ માટે સહાયનું ધોરણ ૩ ગણું વધારી આ યોજનાને સફળતા તરફ લઈ જઈ લોકોને પ્રોત્સાહન આપ્યું. તા.રજી ઓક્ટોબર પુ.મહાત્મા ગાંધીની જન્મ જયંતિને સ્વચ્છતા થકી જન આંદોલનની ઉજવણી કરવા માટે ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

સ્વચ્છ ભારત દિવસ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન-ગ્રા અને શહેરી સંયુક્ત રીતે ૧૫ મી સપ્ટેમ્બર થી ૧૬ ડીસેમ્બર ૨૦૨૩ સુધી ‘સ્વચ્છતા હી સેવા’ પખવાડિયાનું આયોજન કરાયું હતું. સ્વચ્છ ભારત ગ્રામીણ ફેઝ-રમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અને સ્વચ્છ ભારત મિશન શહેરી યોજના સાથે સંકલનકાર છે. ગ્રામીણ વિસ્તારમાં ઘન અને પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન પ્રવૃતિઓ મારફત અને ગ્રામપંચાયતોને ખુલ્લામાં શૌચ જવાથી મુક્ત બનાવીને ચોખ્ખા અને સ્વચ્છ ગ્રામ પંચાયતોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણમાં અત્યાર સુધીમાં સુરતના ગ્રામ્ય વિસ્તારમાં વસતા ૧,૧૨,૬૯૨ શૌચાલય વિહોણા કુટુંબોને વ્યક્તિગત શૌચાલયથી લાભાન્વિત કરાયા છે.

વર્ષ ૨૦૨૩-૨૪ માં ૩૦૭૧ શૌચાલય વિહોણા લાભાર્થીના લક્ષ્યાંક પૈકી ૨૨૪૨ લાભાર્થીઓને લાભ આપવામાં આવેલ છે અને બાકીના શૌચાલયની કામગીરી પ્રગતિ હેઠળ છે. યોજનામાં માત્ર શૌચાલય બનાવવા પૂરતા સીમિત ન રહેતા લોકોની વર્તણૂક સ્વચ્છતા પ્રત્યે પ્રજાનો અભિગમ બદલાય તે માટે ઈલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમ દ્વારા આઈ.ઈ.સી.એક્ટિવિટી હાથ ધરવામાં આવી છે. ખુલ્લામાં શૌચક્રિયા મુક્તનો દરજ્જો ગ્રામ્ય કક્ષા પર જળવાઈ રહે તે હેતુથી રૂપિયા ૨ લાખની સહાય ગ્રામ પંચાયતને સામુહિક શૌચાલય માટે ફાળવવામાં આવે છે. ૨૬૧ ગામોમાં સામુહિક શૌચાલય પૂર્ણ થયેલ છે. ધન કચરાના નિકાલ માટે અત્યાર સુધીમાં કુલ-૬૯૭ સામુહિક કમ્પોસ્ટ પીટ અને ૧૦૫ ગ્રામ પંચાયતમાં સેગ્રીગેશન શેડ બનાવવામાં આવ્યા છે.

ચાલુ વર્ષમાં કુલ ૧૦૧ સેગ્રીગેસન શેડ અને ૫૧૩ સામુહિક કમ્પોસ્ટ પિટની કામગીરી પ્રગતિ હેઠળ છે. પ્રવાહી કચરાના નિકાલ માટે અત્યાર સુધીમાં ઘરોમાંથી નીકળતા ગંદાપાણી તેમજ વ્યવસ્થાપન માટે કુલ ૧૮૦૦ સામુહિક સોક પીટ વ્યવસ્થા ૩ ગામમાં તેમજ ગટરના છેવાડે ગ્રે વોટર વ્યવસ્થાપન માટે (DEWATS)ની કામગીરી પ્રગતિ હેઠળ છે. ચાલુ વર્ષમાં ૨૫૨૪ સામુહિક શોક પિટ બનાવવાની તેમજ ગ્રે વોટર વ્યવસ્થાપન માટે (DEWATS)ની કામગીરી પ્રગતિ હેઠળ છે. સ્વચ્છતા પ્રત્યે લોકો વધુ જાગૃત થાય તે માટે દરેક ગામમાં વોલ પેઈન્ટિંગ અને હોડીંગ દ્વારા જનજાગૃતિ માટેના પ્રયાસો કરવામાં આવેલ છે. પેય જળ અને સ્વચ્છતા મંત્રાલય ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ૧૫ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત તારીખ ૧૫ સપ્ટેમ્બરથી ૧૫ ઓક્ટોબર સુધી ગુજરાત રાજ્ય દ્વારા સ્વચ્છતાની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી, જેના ભાગરૂપે સુરત જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં તા.૧ ઓક્ટોમ્બર ૨૦૨૩ ના રોજ “એક તારીખ એક કલાક “ના સુત્ર સાથે મહાશ્રમદાનથી દરેક ગામમાં સફાઈ હાથ ધરી કચરાનું વૈજ્ઞાનિક ઢબે નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી.

સ્વચ્છતા હી સેવાના સફળ અભિયાનથી પ્રેરિત થઈ ગુજરાત રાજ્ય દ્વારા આ અભિયાન ૧૬ ડિસેમ્બર ૨૦૨૩ સુધી ચલાવવામાં આવ્યું. જિલ્લામાં વહીવટી તંત્ર તેમજ જિલ્લાના પદાધિકારીઓ દ્વારા તા.૧૦ થી ૩૧ જાન્યુઆરી સુધી ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત જિલ્લાના તમામ ગામોમાં રોડ,રસ્તા, પાણીના સ્ત્રોતો, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, મ્યુઝિયમ, હેરિટેજ બિલ્ડીંગ, મહાપુરુષોની પ્રતિમાઓ, નદી, તળાવ, સમુદ્ર કિનારાઓ, ધાર્મિક સ્થળો, પ્રવાસ સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટી બિલ્ડિંગ, શાળા, કોલેજ, આંગણવાડીઓ તેમજ સરકારી કચેરીઓ, પોલીસ સ્ટેશનો, પોલીસ લાઈનો, સરકારી રહેણાંકો, એપીએમસી શાકભાજી માર્કેટ, તમામ દવાખાનાઓ વગેરેની સફાઈ કરી અભિયાનને વધુ સફળ બનાવવાના પ્રયત્નો છે.

Related posts

Leave a Comment