ભાભર નગરપાલિકા દ્વારા આજે ભાભર વિસ્તારમાં વેરો વસુલાત કરવામાં આવતાં બાકીદારો માં ફફડાટ ફેલાયો હતો

હિન્દ ન્યૂઝ, ભાભર

આજરોજ ભાભર નગર પાલિકા ચીફ ઓફિસર વૈશાલીબેન નિનામા સાથે સ્ટાફ સહિત ભાભર નગર વિસ્તારમાં વેરો વસુલાત કરવા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાભર નગર વિસ્તાર ના કેટલાક દુકાન માલિક ઓએ આ ટીમ દ્વારા વસુલાતે વેરો પણ ભર્યો હતો.

જેમાં કેટલાક મિલ્કત માલિકો એ ટુક સમયમાં વેરો ભરી જવાની ખાતરી આપી હતી. વેરા બાબતે ટીમ દ્વારા જાણકારી આપવામાં આવી કે વધુ રકમ નો તથા લાંબા સમયથી વેરો ભરાતો ના હોવાથી સીલ મારવાની નગરપાલિકા ની સતા છે. સાથો સાથ જે નગરજનો પોતાની મિલકત નો વેરો સમય મર્યાદા માં વેરો ભરી દેતા હોય તેવા નગરજનો ને તેમના વેરામાં ખાસ વળતર પણ આપવામાં આવે છે. માટે નગરના મિલકત માલિકોને સમય સર વેરો ભરીને નગરપાલિકા ને સહયોગ આપવો જોઈએ, તેમ અધિકારી જયેશભાઇ ચૌધરી જણાવ્યું હતું. સાથે ચીફ ઓફિસર વૈશાલીબેન નિનામા તથા નગરપાલિકા ના સ્ટાફ હાજર રહ્યા હતા.

અહેવાલ : બાબુ ચૌધરી, ભાભર

Related posts

Leave a Comment