હિન્દ ન્યૂઝ , ડભોઇ
ડભોઇ ખાતે પતંગદોરાના વેપારી રામચંદ્ર દેવીપૂજક એ જણાવ્યું કે, આ વર્ષે જ પતંગોનું વેચાણ ખુબ જ ઓછું જોવા મળી રહ્યું છે. પતંગ રસિયાઓમાં પણ ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે. આ વર્ષે પતંગો માં ચિલ આકારની પતંગ, રંગબેરંગી પતંગો, નવા વર્ષના લખાણ ની રંગીન પતંગો, ફિલ્મ સ્ટારો વાળી પતંગો બજારોમાં ખુબ નજરે પડી રહી છે. ઉતરાયણના તહેવારને લઈને સરકાર દ્વારા ક્યાં પ્રકારની ગાઇડ લાઇન જાહેર કરાય છે તે અંગે પતંગ રસિયાઓમાં મૂંઝવણ વર્તાઈ રહી છે ત્યારે પતંગ બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે તેવું જણાવ્યું હતું.
વર્ષોથી ચાલી આવેલા પતંગોત્સવની ઉજવણી કરવામાં માંજા મેકરોનું મહત્વનું યોગદાન થાય છે. તેમના પરિવારની વર્ષની આજીવિકા માટે મહત્વનો પર્વ માનવામાં આવે છે. વર્ષમાં એક વાર ઉતરાયણ આવતી હોય માંજા મેકરો ને હેરાનગતિ ન થાય સુવિધા પુર્ણ સરકાર દ્વારા ગાઈડ લાઈન બહાર પાડવામાં આવે તેવી અપીલ લોકો દ્વારા કરવામાં આવી રહી છે.
સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે ઉતરાયણના તહેવારને ગણતરીનાં દિવસો જ બાકી છે. ગુજરાતમાં યોજાતો પતંગોત્સવ આ વર્ષે નહીં યોજાય દર વર્ષે ઉતરાયણના તહેવારના ૧૦-૧૫ દિવસ પહેલા પતંગની ખરીદી અર્થે ભારે ભીડ જામતી હોય છે પરંતુ આ વર્ષે ગ્રાહકોની સંખ્યા ખુબ જ ઓછી જોવા મળી રહી છે. સરકાર દ્વારા આ વર્ષે ઉતરાયણના તહેવારના ઉજવણીને લઇને ગાઈડ લાઈન કે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે તેવી રાહ જોવાઈ રહી છે. દર વર્ષ કરતા આ વર્ષે ઉતરાયણનો તહેવાર અલગ જ છે. દર વર્ષની જેમ આ વર્ષે અગાશી ઉપર વધુ માણસો ભેગા થઈ શકશે નહીં. સોસયલ ડીસટનટ અને માસ્ક સાથે ઉતરાયણ ની મોજ માણવી પડશે.
રિપોર્ટર : હુસેન મન્સૂરી, ડભોઈ
