હિન્દ ન્યુઝ, સોમનાથ
સોમેશ્વર જ્યોતિર્લિંગ પર ચંદનની મદદથી નાગદેવતાની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. આ સાથે જ મહાદેવ પાસે ચાંદી અનેે સુવર્ણ ની શેષનાગની મૂર્તિઓને શણગારવામાં આવી છે અને જ્યોતિર્લિંગની ટોચ પર ભગવાન શિવના પ્રિય વાસુકી નાગનું ચાંદીનું સ્વરૂપ મૂકવામાં આવ્યું છે.
જ્યાં તમામ દેવતાઓ સુંદર દેખાવા માટે આભૂષણોનો ઉપયોગ કરે છે, ત્યાં શિવ તેમના ઘરેણાંમાં નાગ દેવતાને સ્થાન આપે છે. નાગ લોકના રાજા કહેવાતા નાગરાજ વાસુકી કેવી રીતે શિવનું આભૂષણ બન્યા તેની પાછળ પણ એક રસપ્રદ કથા છે. કશ્યપના પુત્ર અને શેષનાગના ભાઈ નાગરાજ વાસુકી શિવના પરમ ભક્ત હતા. તેઓ આઠે પ્રહર શિવના નામમાં લીન રહેતા. વાસુકીની આવી નિઃસ્વાર્થ અને સમર્પિત ભક્તિથી ભોલેનાથ પ્રસન્ન થયા, પછી નાગરાજ વાસુકીએ કોઈ વરદાન માંગવાને બદલે શિવનો સંગ માંગ્યો અને નાગરાજની ભક્તિથી પ્રસન્ન થઈને શિવે નાગરાજ વાસુકિ ને પોતાના આભૂષણ તરીકે પોતાનો અંશ બનાવી દીધો.
શિવજી નાગને પોતાના આભૂષણમાં રાખે છે, તે પણ એક સંકેત છે કે હલાહલ દુનિયામાં કોઈ બચ્યું નથી, એટલે કે વિશ કાલનું ચક્ર અંત છે. બધું અહીં સમાપ્ત થવાની ખાતરી છે. સર્પને અહંકારના સંદર્ભમાં એવી રીતે દર્શાવવામાં આવ્યો છે કે વ્યક્તિએ હંમેશા પોતાના અહંકાર પર નિયંત્રણ રાખવું જોઈએ જેમ કે શિવ આભૂષણના રૂપમાં સાપ પર હોય છે.
સોમનાથ મહાદેવના નાગ દર્શન શ્રૃંગારના દર્શન કરી ભક્તોએ પરમ શાંતિની લાગણી અનુભવી હતી.