શૈશવ-બાલસેના દ્વારા ૧૫મી ઓગસ્ટની ઉજવણી

હિન્દ ન્યુઝ, ભાવનગર

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભાવનગરમાં કાર્યરત શૈશવ સંસ્થાના ભાગરૂપે ચાલતા બાલસેના કાર્યક્રમમાં બાળકો દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે શૈશવ સંસ્થા ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. ધ્વજવંદનમાં શૈશવ સંસ્થાના ટ્રસ્ટીઓ, કાર્યકરો, બાલસેના-તરુણસેનાના સભ્યો અને ભાવનગર બ્લડ બેન્કના કાર્યકરો પણ જોડાયા હતા. બપોરે બાલસેનાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાવનગર શહેરના 21 વિસ્તારના 320 જેટલા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકો દ્વારા દેશભક્તિનાં ગીતો, નાટકો, માઈમ જેવી વિવિધ ૧૯ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. બાલસેનાના બાળકો દ્વારા જ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખુબ સરસ રીતે કરવામાં આવ્યું હતું. બાળકોએ ઉત્સાહ સાથે આ કાર્યક્રમની રજૂઆત કરી હતી. વિશેષ તો બાળકોએ દેશના સ્વતંત્ર સંગ્રામને અને વીરોના બલિદાનને યાદ કર્યા. 

Related posts

Leave a Comment