પાટણ:સાંતલપુર આબિયાણા ગામે બનાસનદી માં પાણીનો પ્રવાહ વધતા માર્ગ બંધ થવાની સ્થિતિ

હિન્દ ન્યુઝ, સાંતલપુર

બનાસનદી માં પાણી નો પ્રવાહ વધતા ૧૦ ગામથી વધારે નો સંપર્ક તૂટવાની શક્યતા

પાટણ જિલ્લા ના સાંતલપુર તાલુકા ના અબિયાણા ગામે બનાસનદી માં પાણીનો પ્રવાહ વધતા માર્ગ બંધ થવાની સ્થિતિ સર્જાઈ છે, ‘રેડ એલર્ટ, વચ્ચે પાટણ મા મેઘરાજા ની તોફાની બેટિંગ અબિયાણા ગામે બનાસનદીમાં પ્રવાહ વધતા માર્ગ પર ફરીવર્યું પાણી, માર્ગ બંધ થશે તો રાધનપુર, સાંતલપુર તાલુકાના કાંઠાના 10થી વધુ ગામો ને થઈ સકે છે અસર.નદી માં પાણીનો પ્રવાહ વધતા પેદાસપુર, ગડસઈ, અગીચાણા, બીસ્મિલ્લાગંજ, કરશનગઢ સહિત ગામોનું વાહનવવ્યહાર બંધ થવાની ની સ્થિતિ સર્જાઈ છે.

પાટણ તેમજ ઉપરવાસ માં સતત વરસી રહેલા વરસાદ ને પગલે બનાસનદી માં પાણી નો પ્રવાહ વધ્યો. પાટણ મા બનાસ નદી મા પાણી નો સતત પ્રવાહ વધતા માર્ગ બંધ થવાની સ્થિતિ સર્જાઈ છે તેમજ માર્ગ બંધ થાય તો ૧૦ થી વધુ ગામો ને હાલાકી નો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment