ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા અને નગરમાં પ્રજાસત્તાક પર્વની એકતા, એખેલાસ અને દેશભક્તિ માહોલમાં શાનદાર ઉજવણી

હિન્દ ન્યુઝ, જંબુસર

જંબુસર તાલુકાના “સામોજ” ગામે નવનિયુક્ત મામલતદાર, એન. એસ. વસાવાના કરકમલો દ્વારા ભારતમાતાને ધ્વજ લહેરાવી સલામી આપવામાં આવી

    જંબુસરમાં નગરપાલિકા, પોલીસ સ્ટેશન,તાલુકા પંચાયત, DYSP કચેરી, હોમગાર્ડ જવાનો GRD જવાનો, કોલેજ, સ્કૂલો, સરસ્વતી વિદ્યામંદિર, નવયુગ વિદ્યાલય, ઝેન સ્કૂલ, કચેરી, સંસ્થાઓમાં દેશભક્તિ માહોલમાં ધ્વજને સલામી આપી રાષ્ટીય પર્વ મનાવવામાં આવ્યું.

જંબુસર તાલુકાના “સામોજ”ગામે તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની, જંબુસર મામલતદારના અધ્યક્ષ સ્થાને તેમજ તાલુકાના માજી ધારાસભ્ય અને માજી ગુજરાત રાજ્ય મંત્રી, છત્રસિંહજી મોરી, વેડચ પોલીસ ઇન્સ્પેકટર ચૌધરી, કાવી PSI, આર.એસ.ચાવડા, જંબુસર PSI વલવી સહીત પોલીસ જવાનોની પરેડ સાથે વિશેષ ઉપસ્થિતિમાં ગામની ભવ્ય માનવમેદની વચ્ચે ત્રીરંગો લહેરાવવામાં આવ્યો.

સાથે શાળાના વિદ્યાર્થીઓએ ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમા વિશેષ કૃતિઓ રજુ કરી, વિદ્યાર્થીઓએ દેશ, આઝાદી વિશે વક્તવ્યો આપ્યા.

તાલુકા કક્ષાના કાર્યક્રમમાં વિવધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને ટ્રોફી, પ્રમાણપત્ર, શાલ ઓઢાડી સન્માનિત અને પ્રોત્સાહીત કરવામાં આવ્યા, જેમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનાર શિક્ષકો, ICDS આંગણવાડી સંચાલકો, સામોજ ગામના શૈક્ષણિક ક્ષેત્રે ઉજ્જવલ સિદ્ધિ હાંસલ કરનાર ગામના યુવા-યુવતીઓ, સામોજ ગામના વયોવૃદ્ધ, બુર્જુગો જેમણે સત કાર્યો કરી, ઉત્તમ જીવન જીવ્યા એવા તમામને ઉપસ્થિતિ મહાનુભવો દ્વારા સંન્માનિત કરવામાં આવ્યા.

કાર્યક્રમને અંતે તાલુકા વન વિભાગ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલ હોય,વૃક્ષા રોપણ કરી આઝાદીના મહા પર્વનું સમાપન કર્યાના સમાચાર મળી રહ્યા છે.

રિપોર્ટર : ઈમ્તિયાઝ દિવાન, ભરૂચ 

Related posts

Leave a Comment