સમર્પીત ગ્રુપ જૂનાગઢ દ્વારા ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વ ની RTO કચેરીએ ઉજવણી

હિન્દ ન્યુઝ, જૂનાગઢ ‘સમર્પિત ગૃપ’ જૂનાગઢ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય પર્વોની ઉજવણીના ભાગ રૂપે તા. ૧૫-૦૮-૨૦૨૨ નાં રોજ ભારતના ૭૬ માં સ્વાતંત્ર્ય દિવસની પુરા આન બાન અને શાન સાથેની ઉજવણી આર.ટી.ઓ કચેરી જૂનાગઢ ખાતે કરવામાં આવી હતી. આ તકે આર.ટી.ઓ. ઓફીસર IMV આર.આય.ચાવડા તથા આર.ટી.ઓ કચેરી માં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ તેમજ નોબલ યૂનિર્વસીટી ના પ્રોફેસર શ્રીમતી હિરાબહેન રાજવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે આર.ટી.ઓ. ઓફીસર આર.આય.ચાવડા તથા શ્રીમતી હિરાબેન દ્વારા આર.ટી.ઓ. કચેરી માં તિરંગો લહેરાવામાં આવ્યો હતો. આ તકે સૌએ તિરંગાને વંદન કરી રાષ્ટ્રગાન…

Read More

અંજાર તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ લમ્પી રોગ સામેની લડાઈમાં જોડાયા

હિન્દ ન્યુઝ, ભુજ      સર્જન અને વિનાશ જેના ખોળામાં રમે છે એવા ગુરૂજનો એટલે કે શિક્ષકો ગૌ સંવર્ધન પશુધનમાં વ્યાપી રહેલા લમ્પી રોગ સામેની લડાઈમાં જોડાયા છે. ગાય માતાને ચામડીમાં ગઠ્ઠા પડવાના રોગમાંથી ઉગારવા માટે કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના પ્રાથમિક શિક્ષકો મેદાને પડ્યા છે. ગાય અમારી માતા છે એવું બાળકોને શીખવાડીને આ શિક્ષકો અટક્યા નથી પણ જ્યારે ગાય માતા મુશ્કેલીમાં છે ત્યારે શિક્ષકો ખભે ખભા મિલાવીને આયુર્વેદિક પદ્ધતિ અને પોષણયુક્ત ખોરાકની દવાથી ગાય માતાને લમ્પીમાંથી મુક્તિ અપાવવા સઘન પ્રયત્ન કરી રહ્યા છે.         લમ્પી ચર્મ રોગ વાયરસ સામે શ્રી અંજાર…

Read More

ચોમાસા દરમિયાન કોઈ અઘટિત બનાવ બને તો તાત્કાલિક સબંધિત કચેરી/મામલતદારને જાણ કરવી

હિન્દ ન્યુઝ, ભુજ         ભારતના હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં સમગ્ર કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તા.૧૬ થી ૧૮ ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને કચ્છ જિલ્લામાં ૨૪ કલાક માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવેલ છે. જેના કારણે જિલ્લામાં આવેલ ડેમ/નદી-નાળા/તળાવો ઓવરફ્લો થવાની શક્યતાઓ રહેલી છે.         લોકોએ ગફલતમાં રહી, ખોટા સાહસ કરી નદી/નાળા વગેરેના પાણીમાં ન્હાવા પડવા, વરસાદી પાણીના પ્રવાહમાંથી પસાર થવાના જોખમી પ્રયાસ કરવા નહી. જેથી તણાઈ જવાના તેમજ પાણીમાં ડુબી જવા વગેરે કારણોસર માનવ મૃત્યુના બનાવો ન બને. આ ઉપરાંત આકાશી…

Read More

જુના ડીસા થી વાસણા જતાં માર્ગ બિસ્માર હાલતમાં વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો પશુપાલકો ભોગવી રહ્યા છે અનેક મુશ્કેલીઓ વહીવટીતંત્રના આંખ આડા કાન

હિન્દ ન્યુઝ, ડીસા  ગુજરાત સરકાર દ્વારા 27 વર્ષના સુંદર વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે પરંતુ આ 27 વર્ષનો સુંદર વિકાસ હજુસુધી ગ્રામિણ વિસ્તારોમાં પહોંચ્યો હોય તેવું દેખાતું નથી રોજબરોજ અનેક ગ્રામિણ વિસ્તારોમાં તુટેલા ફુટેલા રોડ રસ્તાઓ કાદવ કીચડ છવાતાંના અહેવાલો દિનપ્રતિદિન બહાર આવી રહ્યા છે ત્યારે આજે ડીસા તાલુકાના જુના ડીસા થી વાસણા જતાં માર્ગ પરની સમસ્યાને ગ્રામજનો દ્વારા ઉજાગર કરવામાં આવી છે ડીસા તાલુકાના વાસણા ગામથી વાસણા જુનાડીસા પ્રાથમિક કેન્દ્ર શાળાથી નવા ગોળીયા વાસણા પ્રાથમિક શાળા અને સહકારી માધ્યમિક શાળા જતાં ધોરીમાર્ગ આવેલો છે આ માર્ગની…

Read More

ઘોઘા તાલુકાના સાણોદર ગામે અંતરિયાળ મહાદેવગાળા ડુંગર પર શાનથી તિરંગો ફરકી રહ્યો છે

હિન્દ ન્યુઝ, ભાવનગર ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ઠેર- ઠેર તિરંગા ફરકતાં જોવાં મળ્યાં હતાં. નાગરિકોએ ઉત્સાહભેર આ અભિયાનને વધાવી લીધું હતું. ત્યારે ધર્મસ્થાનકોમાં પણ ત્રિરંગા ફરકતાં જોવાં મળ્યાં હતાં. ઘોઘા તાલુકાના સણોદર ગામે આવેલ આંતરિયાળ ડુંગરની માથે આવેલ મેલડી માતાજીના સ્થાનકે મધુમાતાજી અને ભાવિકોએ ત્રિરંગો ફરકાવ્યો હતો. પ્રકૃતિની ચાદર ઓઢેલા લીલાછમ ડુંગર પર મંદિરની ધ્વજાની સમાંતર રાષ્ટ્રધ્વજ લહેરાવી દેશપ્રેમ વ્યક્ત કરાયો હતો. ડુંગરની ટોચ પર લાગેલો રાષ્ટ્ર ધ્વજ દૂર-દૂરથી લોકોનું ધ્યાન ખેંચતો હતો, છેક હાઇવે પરથી પણ ત્રિરંગો ફરકતો જોવા મળી રહ્યો હતો. બ્યુરો ચીફ (ભાવનગર) : ડો. હકીમ…

Read More

પરવડી ગામમાં ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વની ઉમંગ-ઉત્સાહભેર ઉજવણી

હિન્દ ન્યુઝ, ભાવનગર પરવડીમાં આજે ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વની ઉમંગ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ગામના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંકુલ અને સોનેરીયા સરોવરનાં પ્રાંગણમાં આ ઉજવણી કરવામાં આવી હતી. વતનના ઉન્નત સ્પપ્નદ્રષ્ટા પ્રવીણભાઈ ખેની, અન્ય અધિકારીઓ, ગ્રામજનો, અગ્રણીઓ, પંચાયત બોડી, સેવા સહકારી મંડળીના સભ્યઓ અને વિદ્યાર્થી ભાઈ -બહેનોની ઉપસ્થિતિમાં આન,બાન અને શાન સાથે આ ઉજવણી કરવામાં આવી હતી. બ્યુરો ચીફ (ભાવનગર) : ડો. હકીમ ઝવેરી

Read More

રાધનપુરમાં આખલાનો આતંક યથાવત

 હિન્દ ન્યુઝ, રાધનપુર  રાધનપુર ભાભર ત્રણ રસ્તા સાગર હોટલ સામે આખલા ઝઘડતા એક વ્યક્તિને હડફેટે લીધો હતો.વ્યક્તિ ઘાયલ થતા તેને સારવાર અર્થે રાધનપુર પ્રાઇવેટ હોસ્પિટલ આસ્થા ખાતે ખસેડવામાં આવ્યા.નગરપાલિકા આખલા પકડી તાત્કાલિક દૂર કરે તેવી લોકોની માગ ઉઠવા પામી છે, વારંવાર આખલાના કારણે લોકો ઘાયલ થઈ રહ્યા છે ત્યારે લોકોની માંગ ઉઠવા પામી છે કે રાધનપુર નગરમાંથી તાત્કાલિક ધોરણે આખલાઓને દૂર કરવા નગરપાલિકા કામગીરી કરે તેવી લોકોની માગ ઉઠવા પામી છે. રાધનપુર નગરપાલિકા ની ઘોર બેદરકારી લે લઇ રાધનપુર શહેર માં અવાર નવાર બની રહ્યા છે બનાવ જેમાં રખડતા ઢોર…

Read More

રાધનપુર ખાતે આવેલ ખેતીવાડી ઓફિસ ખાતે અલગ-અલગ 54 ખેડૂતોની ખેતીના સાધનો આપવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લા ના રાધનપુર ખાતે આવેલ ખેતીવાડી ઓફિસ ખાતે અલગ-અલગ 54 ખેડૂતોની ખેતીના સાધનો આપવામાં આવ્યા હતા.સરકારના નીતિ નિયમો અનુસાર ઓનલાઈન ફોર્મ ભરી ખેડૂતોએ કરેલી માગણીને લઈને સબસીડી વાળા સાધનો મંજૂર થતા રાધનપુર ખાતે આવેલ ખેતીવાડી ઓફિસ ખાતે તેનો કેમ્પ રાખી ખેડૂતોને વિતરણ કરવામાં આવ્યું હતું. ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી રાધનપુર ખેતીવાડી કચેરીના ઓફિસ ના સ્ટાફ દ્વારા ખેતીવાડી કચેરી સામે કેમ્પ રાખી વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં થ્રેસર કલ્ટી જેવા અનેક પ્રકારના ખેતીને ઉપયોગી સાધનો ખેડૂતોને આપવામાં આવ્યા હતા. સરકારના નીતિ નિયમો અનુસાર ખેડૂતોને ખેતી માટે…

Read More

કોડીનારમાં પવિત્ર યાત્રાધામ વિકાસ વિભાગ, માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદીના વરદ હસ્તે રૂ.૫ કરોડના ખર્ચે નવનિર્મિત વિશ્રામગૃહનું થયું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સોમનાથ જિલ્લામાં પ્રવાસનને વેગ મળ્યો છે ત્યારે સરકાર દ્વારા કોડીનાર તાલુકાને વધુ એક ભેટ આપવામાં આવી છે. કોડીનારમાં પવિત્ર યાત્રાધામ વિકાસ વિભાગ,માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદીના વરદ હસ્તે અંદાજીત ૫ કરોડના ખર્ચે નવનિર્મિત વિશ્રામગૃહનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે કોન્ટ્રાક્ટર એસોસિએશને મોમેન્ટો આપી મંત્રી નું સન્માન કર્યું હતું. જે પછી મંત્રીએ રિબિન કાપી તક્તિનું અનાવરણ કર્યુ હતું. આ તકે મંત્રીએ વિવિધ કામગીરીનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, રાજ્યની અંદર માર્ગ અને મકાનની ભૂમિકા એકબીજાને જોડવાની છે. કનેક્ટિવિટીનું ખૂબ જ મહત્વ રહેલું છે. પ્રવાસન, શૈક્ષણિક,…

Read More

તા.૧૯/૦૮/૨૦૨૨, શુક્રવારના રોજ મુલાકાતીઓ માટે ઝૂ ખુલ્લુ રહેશે 

હિન્દ ન્યુઝ, રાજકોટ            રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે અસંખ્ય મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે જન્માષ્ટમીના તહેવારોમાં અંદાજિત ૯૦,૦૦૦ મુલાકાતીઓ ઝૂ ની મુલાકાતે પધારતા હોય છે. નિયમીત રીતે ઝૂ દર શુક્રવારનાં રોજ મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે જન્માષ્ટમીના દિવસે શુક્રવાર આવતો હોવાથી મુલાકાતીઓની સુખાકારી અને મુલાકાતીઓ…

Read More