રાધનપુરમાં આખલાનો આતંક યથાવત

 હિન્દ ન્યુઝ, રાધનપુર 

રાધનપુર ભાભર ત્રણ રસ્તા સાગર હોટલ સામે આખલા ઝઘડતા એક વ્યક્તિને હડફેટે લીધો હતો.વ્યક્તિ ઘાયલ થતા તેને સારવાર અર્થે રાધનપુર પ્રાઇવેટ હોસ્પિટલ આસ્થા ખાતે ખસેડવામાં આવ્યા.નગરપાલિકા આખલા પકડી તાત્કાલિક દૂર કરે તેવી લોકોની માગ ઉઠવા પામી છે, વારંવાર આખલાના કારણે લોકો ઘાયલ થઈ રહ્યા છે ત્યારે લોકોની માંગ ઉઠવા પામી છે કે રાધનપુર નગરમાંથી તાત્કાલિક ધોરણે આખલાઓને દૂર કરવા નગરપાલિકા કામગીરી કરે તેવી લોકોની માગ ઉઠવા પામી છે.

રાધનપુર નગરપાલિકા ની ઘોર બેદરકારી લે લઇ રાધનપુર શહેર માં અવાર નવાર બની રહ્યા છે બનાવ જેમાં રખડતા ઢોર આખલા ઓ ના આતંક થી લોકો થઈ રહ્યા છે પરેશાન, રાધનપુર શહેર માં અગાઉ પણ અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં આખલાઓ ના આતંક ના લીધે જાનહાનિ થઇ છે છતાંય તંત્ર કોઈ કામગીરી ના કરતા લોકો માં આક્રોશ જોવા મળી રહ્યો છે.હાલ સાતમ આઠમ જેવા ધાર્મિક પર્વ શરૂ થઇ રહ્યા છે ત્યારે રખડતાં ઢોરોના કારણે રસ્તાઓ વચ્ચે પશુઓ ના ધણ જોવા મળી રહે છે. જેના કારણે ઘણી મુશ્કેલી પડી રહી છે તેમજ અકસ્માત ના બનાવો પણ બની રહ્યા છે,ત્યારે રાધનપુર નગર પાલિકા ની પશુ શાખા ની ઘોર બેદરકારી જોવા મળી રહી છે. સાતમ આઠમ જેવા ધાર્મિક પર્વ માં હાલ લોકો ખરીદી માટે અવાર નવાર બજાર માં આવી રહ્યા છે, જો આ રખડતા પશુઓ નું ટોળુ કોઈપણ કારણસર ભડકે અથવા તો પબ્લિક ની અંદર ઘુસી જાય તો સામેલ સ્ત્રી બાળકો વૃદ્ધો ની જાનહાનિ નો પ્રશ્ન ઉપસ્થિત થાય તેવું રાધનપુર શહેર માં જોવા મળી રહ્યું છે. હાલ રાધનપુર સહેર માં લોકો ની એકજ માંગ કે જલ્દી થી યુદ્ધ ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment