ભગવાન જગન્નાથજી ની રથયાત્રામાં ૧૫૦ થી વધુ યુવાનો દ્વારા અખાડાના દાવ રજૂ કર્યા

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં અખાડાના દાવપેચનું અનેરુ આકર્ષણ હોય છે. સમાજનો ખાસ વર્ગ આ અખાડાના દાવપેચ જોવાનું ચૂકતા નથી. અખાડાના દાવ કરનારા બજરંગ દળ અખાડાના યુવાનો છેલ્લા ૩૦ દિવસથી તૈયારીઓ કરી રહ્યા હતા.

લાઠી દાવ, ચક્ર, પટ્ટાબાજી, તલવાર બાજી, ટાઈગર જંપ, ભીષ્મપાર્ટ જેવા અનેક દાવો ત્રત્૩ વર્ષથી માંડી ૫૫ વર્ષ સુધીના વય જુથના સભ્યો અખાડાના દાવપેચ રજૂ કરી રહ્યા છે.

ભગવાન જગન્નાથજી ની રથયાત્રામાં વર્ષ ૨૦૦૫ થી શરૂઆત કરવામાં આવી હતી. બજરંગ દળના અખાડાના ગ્રુપના ૧૫૦થી વધારે સભ્યો દ્વારા છેલ્લા ૩૦ દિવસથી અલગ-અલગ ૭ ટીમ બનાવી વિવિધ પ્રકારના દાવોની પ્રેક્ટિસ રાત્રિના ૯:૩૦ કલાકથી ૧૨:૦૦ સુધી કરવામાં આવતી હતી.

જેમાં નિર્મળનગર ગોંડલીયાની વાડીમાં, કૈલાસવાડી કુંભારવાડા અને ભગતસિંહ પ્રખંડ પાનવાડી ખાતે ૧૫૦થી વધારે યુવાઓ પ્રેક્ટિસ કરી રહ્યા હતા.

અખાડાની પ્રેક્ટિસ પહેલા આચાર પદ્ધતિ અનુસરવામાં આવે છે જેમાં જય ઘોષ, હનુમાનજી પ્રણામ, હનુમાન ચાલીસા અને હથિયાર વંદન કરી પ્રેક્ટિસ શરૂ કરવામાં આવતી હતી.

દેશમાં પ્રાચીન કાળમાં રાજ્યની સુરક્ષા માટે અખાડાના અત્યારે ખૂબ જ ઉપયોગી થતા હતા આ પરંપરાગત હથિયારો સાથે અખાડાના દાવપેચ ૩૭ મી રથયાત્રામાં જોવા મળી રહ્યા છે.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment