નેશનલ આયુષ મિશન અંતર્ગત ૧૭ પુરુષ યોગ ઈન્સ્ટ્રકટર અને ૧૭ સ્ત્રી યોગ ઇન્સ્ટ્રકટરની કરાર આધારિત ભરતી

હિન્દ ન્યુઝ, ભાવનગર

નેશનલ આયુષ મિશન અંતર્ગત ભાવનગર જિલ્લામાં મંજૂર થયેલ નીચે મુજબના ૧૭ આયુષ એન્ડ વેલનેસ સેન્ટર્સ ખાતે યોગ બાબતે કામગીરી માટે આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, ભાવનગર દ્વારા ૧૭ પુરુષ યોગ ઈન્સ્ટ્રકટર અને ૧૭ સ્ત્રી યોગ ઇન્સ્ટ્રકટરની કામ માટે કામગીરી આધારિત વેતનથી શરતોને આધિન નીચેની વિગતે વોક ઇન ઈન્ટરવ્યુ રાખેલ છે.

શૈક્ષણિક લાયકાતઃ ઉમેદવાર સરકાર માન્ય સંસ્થા/યુનિવર્સિટી/ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર
દ્વારા યોગ વિષયે સર્ટિફિકેટ/ ડિપ્લોમા/ ડિગ્રી અથવા કોઈપણ એક માન્ય લાયકાત ધરાવતાં હોવાં
જોઇએ.

વય મર્યાદા: ૧૮ વર્ષથી ઉપર (ઈન્ટરવ્યું તારીખના રોજ)

કામગીરી તથા વેતનઃ (૧) પુરુષ યોગ ઈનસ્ટ્રક્ટર ૧ કલાકના યોગ સેશનના રૂ. ૨૫૦ લેખે કુલ ૩૨ સેશન માટે માસિક મહત્તમ રૂા. ૮,૦૦૦/- (૨) સ્ત્રી યોગ ઈન્સ્ટ્રકટર ૧ કલાકનાં યોગ સેશનના રૂ. ૨૫૦ લેખે કુલ ૨૦ સેશન માટે માસિક મહતમ રૂા. ૨,૦૦૦/-

કામગીરીનું સ્થળઃ

આયુષ અને વેલનેસ સેન્ટરના જિલ્લા ખાતે આવેલ વિવિધ સરકારી આરોગ્ય દવાખાના.

નોંધઃ ઉમેદવારે લાયકાતના પ્રમાણપત્રો, ઓળખ અને રહેઠાણના પુરાવા અસલ – સેલ્ફ એટેસ્ટેડ નકલ તથા પાસપોર્ટ સાઈઝના ર ફોટોગ્રાફ સાથે સ્વખર્ચે હાજર થવાનું રહેશે. આ કામગીરી કરાર આધારીત હોવાથી અન્ય કોઈ હક્ક હિત મળવાપાત્ર થશે નહીં તથા ૬ માસની મુદત પુરી થયેથી નિમણૂક આપોઆપ સમાપ્ત થયેલી ગણાશે. ભરતી બાબતના તમામ અધિકાર ભરતી સમિતિને અબાધિત રહેશે.

વોક ઈન ઈન્ટરવ્યું: તા.૧૧/૦૭/૨૦૨૨
સ્થળઃ આયુર્વેદ શાખા, સંવાદ હૉલ, જિલ્લા પંચાયત કચેરી, ભાવનગર
રજિસ્ટ્રેશનઃ સવારે ૧૧-૦૦ થી ૧૪-૦૦ રહેશે તેમ જિલ્લા આયુર્વેદ અધિકારી, જિલ્લા પંચાયત કચેરી, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment