ધાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ ના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું

રથયાત્રા દરમિયાન થયેલ કચરાનો યોગ્ય જગ્યાએ નિકાલની કામગીરી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ધાંગધ્રા

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સરકાર દ્વારા અલગ અલગ સ્વચ્છતા અંગેના કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુળ ના વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કાર ધામના ગુરુજીના આદેશ મુજબ ધાંગધ્રા શહેરમાં નીકળતી રથયાત્રા માં થયેલ તમામ રૂટ ઉપરનો કચરો એકઠો કરી યોગ્ય જગ્યાએ કચરા પેટીમાં નિકાલ કરે આ રીતે સરકારની સ્વચ્છ ભારત મિશન ની ઝુંબેશને આગળ ધપાવતા રહ્યા. આ સાથે બાળકો દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી કે નાનામાં નાનો પ્લાસ્ટિક સુકો અને ભીનો કચરો તેનું યોગ્ય જગ્યાએ જ નિકાલ કરવો જોઈએ અને આપણા દેશ, રાજ્ય, ગામડા ને આપણે સ્વચ્છ ગામડું બનાવીએ સ્વચ્છ શહેર બનાવીએ.

રિપોર્ટર : સલીમ ઘાંચી, ધ્રાંગધ્રા

Related posts

Leave a Comment