રાધનપુર ખાતે આવેલ ખેતીવાડી ઓફિસ ખાતે અલગ-અલગ 54 ખેડૂતોની ખેતીના સાધનો આપવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, રાધનપુર

પાટણ જિલ્લા ના રાધનપુર ખાતે આવેલ ખેતીવાડી ઓફિસ ખાતે અલગ-અલગ 54 ખેડૂતોની ખેતીના સાધનો આપવામાં આવ્યા હતા.સરકારના નીતિ નિયમો અનુસાર ઓનલાઈન ફોર્મ ભરી ખેડૂતોએ કરેલી માગણીને લઈને સબસીડી વાળા સાધનો મંજૂર થતા રાધનપુર ખાતે આવેલ ખેતીવાડી ઓફિસ ખાતે તેનો કેમ્પ રાખી ખેડૂતોને વિતરણ કરવામાં આવ્યું હતું. ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી રાધનપુર ખેતીવાડી કચેરીના ઓફિસ ના સ્ટાફ દ્વારા ખેતીવાડી કચેરી સામે કેમ્પ રાખી વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં થ્રેસર કલ્ટી જેવા અનેક પ્રકારના ખેતીને ઉપયોગી સાધનો ખેડૂતોને આપવામાં આવ્યા હતા. સરકારના નીતિ નિયમો અનુસાર ખેડૂતોને ખેતી માટે સાધનો મળતા વધુ સારી ખેતી કરી શકશે તેવી ખેડૂતોના વિચારો જાણવા મળ્યા હતા અલગ અલગ યોજનાઓ માંથી ખેડૂતો ને સાધન વિતરણ કરવામાં આવ્યા હતા.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment