રીક્ષામાં બેઠેલ પેસેન્જર ની નજર ચૂકવી મોબાઇલ ચોરી કરતી પેટલાદ ના બે ઈસમો ને કુલ -૩૦ મોબાઇલ સાથે પકડતી એલ. સી. બી આણંદ

હિન્દ ન્યુઝ, આનંદ

                                             આનંદ ખાતે પોલીસ અધિક અજીત રાજ્યણા આણંદ ના ઓ એ જિલ્લા માં મિલકત વિરુદ્ધ ના ગુના ઓ બનતા અટકાવવા તથા શોધવા સારૂ અસરકારક કામગીરી કરવા સારૂ જરૂરી સૂચનાઓ આપેલ જે અન્વયે એલ. સી. બી. ઇન્ચાર્જ. પો. ઈન્સ. પી. એ. જાદવ ના ઓ એ એલ. સી. બી સ્ટાફ ના માણસો ને સધન પેટ્રોલીંગ રાખી અગાઉં પકડાયેલ આરોપીઓ ઉપર વોચ રાખવા સૂચન આપેલ. તે દરમ્યાન રોજ એલ. સી. બી સ્ટાફ ના માણસો પેટ્રોલીંગ માં હતા. દરમ્યાન દેવેન્દ્રસિંહ દિલીપસિંહ નાઓને હકીકત મળેલ કે પેટલાદ દેવકુવા ત્રણ બત્તી પાસે રહેતો મોહસીન ઉર્ફે છોટુ અબ્દાલ નાનો ચોરી કરેલા મોબાઈલ વેચવા સારૂ સી. એન. જી. રીક્ષા લઈ આણંદ ખાતે આવનાર હોવાની મળેલ ચોક્કસ માહિતી આધારે એલ. સી. બી સ્ટાફ ના માણસો નવા બસ સ્ટેન્ડ પાસે વોચ મા હતા. દરમ્યાન બાતમી મુજબ ના વર્ણનવાળો ઈસમ સી.એન.જી રીક્ષા લઇ આવતા પકડી લઇ રીક્ષા ચાલાક નુ નામ પૂછતાં મોહસીન ઉર્ફે છોટુ રિફાકાત નિયાઝશા જાતે અબદાલ ઉં. વ.૩૩ રહે. પેટલાદ ત્રણ બત્તી પાસે દેવકુવા તા. પેટલાદનો તથા રીક્ષામા પાછળ બેઠેલ ઈસમ નુ નામ ઠામ પુછતા અયાંઝુદીન ઉર્ફે ભુરીયો જલાલઉદીન ઉર્ફે માંકડો મલેક ઉ. વ.૧૯ રહે. પેટલાદ નાની હાઉસિંગ બોર્ડ ના મકાન મા મિલન બેકરી પાછળ તા. પેટલાદ ના હોવાનું જણાવેલ જે પાછળ બેઠેલ ઈસમ પાસેની થેલી ચેક કરતા સેમસંગ, એમ. આઈ., વી વો, ઓ પો, જી ઓ ની, ઇન્ટેક્સ, રેડમી, નોકિયા તથા જિઓની વગેરે કંપની ના કુલ કિં. રૂ.૬૮,૫૦૦/- તથા સી.એન.જી રીક્ષા કિં. રૂ. ૧,૨૫,૦૦૦/-મળી કુલ રૂ.૧,૯૩,૫૦૦/- કબ્જે કરી બંને ઈસમો વિરુદ્ધ સી. આર. ડી. સી. ૪૧(૧)ડી,૧૦૨ મુજબ કાયદેસર ની કાર્યવાહી કરી સઘન પૂછપરછ સુરત શહેર, વડોદરા સિટી, નડિયાદ, અમદાવાદ શહેર, મહેસાણા તથા આણંદ વગેરે સ્થળો એ રીક્ષા લઇ જઈ તેઓની રીક્ષા મા બેસતા ઉતરતા પેસેન્જરો ની નજર ચૂકવી ચોરી કરી મોબાઈલો મેળવેલા હોવા નુ જણાવેલ છે. જે મોબાઈલ ની તપાસ કરતા સેમસંગ કંપની નો J-5 મોડેલ નો મોબાઈલ તા.૨૪/૧૨/૨૦ ના રોજ સવાર ના આણંદ શહેર મહેન્દ્ર શાહ સર્કલ પાસે નજીક થી ચોરી મા ગયેલ મોબાઇલ જે બાબતે આણંદ ટાઉન પો. સ્ટે. ગુ. ર. નં ૧૧૨૧૫૦૦૨૨૦૨૦૦૫ ઈ. પી. કો કલમ – ૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ હોઈ આરોપીને વધુ તપાસ અર્થે આણંદ ટાઉન પો. સ્ટે. સોંપવામાં આવેલ છે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, ખેડા

Related posts

Leave a Comment