દારૂ /બીયર ના જથ્થા સાથે એક આરોપીને પકડતી એલ. સી. બી આણંદ

હિન્દ ન્યૂઝ, આનંદ

 

                                                              આનંદ ખાતે પોલીસ અધિક્ષક આણંદ નાઓ એ જિલ્લામાં પ્રોહિ -જુગારની અસરકારક કામગીરી કરવા સારુ પ્રોહી જુગાર ડ્રાઈવ નુ આયોજન કરેલ હોઈ જે અન્વયે એલ. સી. બી ઇન્ચાર્જ પો. ઈન્સ. પી.એ.જાદવ તથા એલ.સી.બી સ્ટાફ ના માણસો ગત રોજ પેટ્રોલિંગ મા હતા. અ.હે.કો. અજયસિંહ હિમ્મતસિંહ નાઓએ હકીકત મળેલ કે, ચિખોદ્રા રાજનગર , હરિદર્શન સોસાયટી સામે રહેતો પ્રોહીબીશન નો લિસ્ટેડ બુટલેગર પપ્પુભાઈ રાવજી ભાઇ ઉર્ફે ગોપાલ ભાઈ વાઘેલા નાનો પોતાના આર્થિક ફાયદા સારૂ પોતાના મકાન મા બહાર થી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ નો જથ્થો લાવી છુટક વેચાણ કરે છે અને હાલ મા તેના ઘરે ભારતીય બનાવટ નો વિદેશી દારૂ નો જથ્થો રાખેલ હોવાની ચોક્કસ માહિતી હોઈ એલ.સી.બી ઇન્ચાર્જ પો ઈન્સ. પી.એ.જાદવ તથા એલ.સી.બી સ્ટાફ ના માણસો સાથે સદરહ આરોપીના રહેણાંક મકાને જતા તે હાજર મળી આવેલ તેની હાજરી મા ઘરમાંથી કિંગ ફિશર બીયર ના ટીન નંગ -૭૨ તથા ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રિઝર્વ વ્હિસ્કી બોટલ નંગ – ૧૦૮ કિં. રૂ.૩૨,૪૦૦/- તથા તેની દેખભાળ હેઠળ કબજા ભોગવટા માંથી વહેરાઈ માતા નજીક બાવળીમા પોતે સંતાડેલ બીયર તથા વ્હિસકી ની અલગ અલગ કંપની ની બોટલ નંગ -૮૮ થેલા ઓ માંથી ભરેલ મળી આવેલ જેની કિં. રૂ.૧૮,૬૦૦ મળી કુલ નંગ ૧૭૬ કિં. રૂ.૫૧,૦૦૦/- તેમજ મોબાઇલ નંગ -૧ કિં. રૂ.૫૦૦/- મળી કુલ કિં. રૂ.૫૧,૫૦૦/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરી સદર ઈસમ વિરુદ્ધ પ્રોહીબીશન ધારાઓ હેઠળ આણંદ રૂરલ પો. સ્ટે. મા કાયદેસર ની કાર્યવાહી કરી આગળ ની તપાસ એલ. સી. બી. આણંદ નાઓ કરી રહેલ છે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, ખેડા

Related posts

Leave a Comment