અંજાર તાલુકાનાં ખેડોઈ ગામે બ્લેક ગાડી માંથી દારૂ ઝડપાયો

હિન્દ ન્યૂઝ, અંજાર

                                                      છેલ્લા કેટલાક દિવસોથી રોજ અલગ અલગ વિસ્તારો માંથી લાખોનો દારૂ પકડી પાડવામાં આવ્યો છે. ત્યારે અંજાર પોલિસને બાતમી મળેલ કે અંજારના ખેડોઈ ગામના પાટિયા પાસેથી બ્લેક ગાડી પસાર થઇ જેમાં દારૂ લઈ જવામાં આવે છે. આ બાતમીના આધારે કારની અટક કરતાં મયૂરસિંહ નવલસિંહ જાડેજા, હરેશ ખીમજી વલિયા સાથે 168 બોટલ દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ અંજાર પોલિસ મથકે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી  છે.

રિપોર્ટર : શંકર મહેશ્વરી, કચ્છ

Related posts

Leave a Comment