ભાવનગરની શિશુવિહાર સંસ્થા ખાતે બાળકોને રાષ્ટ્રધ્વજ નિર્માણની તાલીમ આપવામાં આવી

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરની શિશુવિહાર સંસ્થા ખાતે બાળકોને રાષ્ટ્રધ્વજ નિર્માણની તાલીમ આપવામાં આવી હતી. બાળકોએ ભારતની આન, બાન, શાનનું પ્રતિક એવાં તિરંગો બનાવવાં સાથે રાષ્ટ્ર ભક્તિના મૂલ્યોનું જ્ઞાન પણ મેળવ્યું હતું. સમગ્ર રાષ્ટ્રમાં ઉજવવામાં આવનાર ઘર તિરંગાની ઉજવણીને વધુ એક ડગલું આગળ લઈ જતાં બાળકો ન માત્ર રાષ્ટ્રધ્વજ ફરકાવે પરંતુ તેને બનાવવા અંગેની તાલીમ પણ મેળવે અને જાતે તિરંગો બનાવીને ફરકાવે તેવાં શુભ આશય સાથે શિશુવિહાર સંસ્થા દ્વારા ભાવનગરના બાળકોને રાષ્ટ્રધ્વજ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. બાળવયથી વિધાર્થીઓમાં કૌશલ્ય અને મૂલ્ય કેળવણીનું સંવર્ધન થાય તેવાં શૈક્ષણિક હેતુથી શિશુવિહાર સંસ્થામાં અવૈધિક…

Read More

સુપ્રસિદ્ધ ગીતકાર ડો.રઈશ મણિયારના સાનિધ્યમાં તાલીમ શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર શહેરના ૬૫ થી વધુ નવોદિત સાહિત્યકારોને ગીત,ગઝલ -લેખન, છાંદસ અછાંદસ રચનાઓના આલેખન અંગે ડૉ. મણીયાર દ્વારા દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી માર્ગદર્શન આપવામાં આવ્યું ભાવનગરની જાણીતી શિશુવિહાર સંસ્થા ખાતે સુપ્રસિદ્ધ ગીતકાર રઈશ મણિયારના સાનિધ્યમાં તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૯૮૦ થી અવિરત ચાલતી શિશુવિહાર દ્વારા આયોજિત થતી બુધસભાના ઉપક્રમે તા. ૬ ઓગષ્ટનાં રોજ ગુજરાતના પ્રસિદ્ધ ગઝલકાર, ગીતકાર ડો. રઈશ મણિયારનાં સાનિધ્યમાં કાવ્ય રચના તાલીમ શિબિર યોજાઈ હતી. આ પ્રસંગે બુધ સભાના સંવર્ધક કવિ ગઝલકાર કિસ્મત કુરેશીની સ્મૃતિમાં શિશુવિહાર સંસ્થાનાં મંત્રી ઇન્દિરાબહેન ભટ્ટ, શહેરના વરિષ્ઠ કવિ ડૉ. નટુભાઈ પંડ્યા તેમજ…

Read More

નારી વંદન ઉત્સવ અંતર્ગત ભાવનગર ખાતે મહિલા કર્મયોગીઓનું સન્માન તથા વિવિધ લાભોનું વિતરણ કરાયું

નારી વંદન ઉત્સવ- ભાવનગર હિન્દ ન્યુઝ, ભાવનગર  સમગ્ર રાજ્યમાં તા.૧ થી ૭ ઓગસ્ટ દરમિયાન ‘નારી વંદન ઉત્સવ’ ની ઉજવણી કરવામાં આવી રહી છે તે અંતર્ગત આજે ભાવનગરના મોતીબાગ ખાતે આવેલાં અટલ બિહારી વાજપેયી ઓપનએર થિયેટર ખાતે મહિલા આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી આર.સી. મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં ભાવનગરમાં મહિલા વિકાસના ક્ષેત્રમાં ઉત્તમકાર્ય કરનાર કર્મયોગી મહિલાઓનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રીશ્રીએ મહિલાશક્તિને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું કે, મહિલાઓના આરોગ્ય, શિક્ષણ, રોજગાર વગેરેની ચિંતા સરકાર કરી રહી છે. મહિલાઓ જે તે…

Read More

જૂનાગઢ માં અલમ ના સરઘસ માં મનપા તંત્ર ની ઘોર બે દરકારી

હિન્દ ન્યુઝ, જૂનાગઢ આગામી તાજિયા/જનમાષ્ટમીના ના સરઘસ માં શું થશે ? શહેરીજનો માં ઉઠતો સવાલ. ! સામન્ય રીતે રખડતા પશુ ઓનો પ્રશ્ન દરેક શહેરો માં છે અને જેના કારણે ઘણા બનાવોમાં માનવી ને ઈજા/ મૃત્યુ માં બનાવો બનવા પામેલ છે ત્યારે ખાસ કરીને જેતે તહેવારો માં જે રૂટ અથવા જગ્યાએ જન મેદની એકત્રીત થતી હોઈ તેવા રૂટ/ જગ્યાએ તંત્ર દ્વારા પશુ શાખા ના માણસો દ્વારા જેતે ભીડ માં રખડતા પશુ ઓ જાનહાનિ ના પહોચાડે તે માટે તકેદારી રખાતી હોઈ છે ત્યારે હાલ મહોરમ તાજિયા ની પર્વ શરૂ થયો હોઈ જેમાં…

Read More