સુપ્રસિદ્ધ ગીતકાર ડો.રઈશ મણિયારના સાનિધ્યમાં તાલીમ શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર

શહેરના ૬૫ થી વધુ નવોદિત સાહિત્યકારોને ગીત,ગઝલ -લેખન, છાંદસ અછાંદસ રચનાઓના આલેખન અંગે ડૉ. મણીયાર દ્વારા દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી માર્ગદર્શન આપવામાં આવ્યું

ભાવનગરની જાણીતી શિશુવિહાર સંસ્થા ખાતે સુપ્રસિદ્ધ ગીતકાર રઈશ મણિયારના સાનિધ્યમાં તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

૧૯૮૦ થી અવિરત ચાલતી શિશુવિહાર દ્વારા આયોજિત થતી બુધસભાના ઉપક્રમે તા. ૬ ઓગષ્ટનાં રોજ ગુજરાતના પ્રસિદ્ધ ગઝલકાર, ગીતકાર ડો. રઈશ મણિયારનાં સાનિધ્યમાં કાવ્ય રચના તાલીમ શિબિર યોજાઈ હતી.

આ પ્રસંગે બુધ સભાના સંવર્ધક કવિ ગઝલકાર કિસ્મત કુરેશીની સ્મૃતિમાં શિશુવિહાર સંસ્થાનાં મંત્રી ઇન્દિરાબહેન ભટ્ટ, શહેરના વરિષ્ઠ કવિ ડૉ. નટુભાઈ પંડ્યા તેમજ કિસ્મત કુરેશી પરિવારના સદસ્યોના વરદ હસ્તે ગઝલકાર ડો. રઈશ મણિયારને રૂ. ૧૧ હજારનો રોકડ પુરસ્કાર તેમજ સ્મૃતિ ચિન્હ આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

સવારના ૯-૩૦ થી સાંજના ૪-૩૦ સુધી યોજાયેલ તાલીમ શિબિરમાં ઉપસ્થિત શહેરના ૬૫ થી વધુ નવોદિત સાહિત્યકારોને ગીત,ગઝલ -લેખન, છાંદસ અછાંદસ રચનાઓના આલેખન અંગે ડૉ. મણીયાર દ્વારા દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું સંકલન કૃપાબહેન ઓઝાએ કર્યું હતું.

બ્યુરો ચીફ (ભાવનગર) : ડૉ. હકીમ ઝવેરી

Related posts

Leave a Comment