જૂનાગઢ માં અલમ ના સરઘસ માં મનપા તંત્ર ની ઘોર બે દરકારી

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

આગામી તાજિયા/જનમાષ્ટમીના ના સરઘસ માં શું થશે ? શહેરીજનો માં ઉઠતો સવાલ. !

સામન્ય રીતે રખડતા પશુ ઓનો પ્રશ્ન દરેક શહેરો માં છે અને જેના કારણે ઘણા બનાવોમાં માનવી ને ઈજા/ મૃત્યુ માં બનાવો બનવા પામેલ છે ત્યારે ખાસ કરીને જેતે તહેવારો માં જે રૂટ અથવા જગ્યાએ જન મેદની એકત્રીત થતી હોઈ તેવા રૂટ/ જગ્યાએ તંત્ર દ્વારા પશુ શાખા ના માણસો દ્વારા જેતે ભીડ માં રખડતા પશુ ઓ જાનહાનિ ના પહોચાડે તે માટે તકેદારી રખાતી હોઈ છે ત્યારે હાલ મહોરમ તાજિયા ની પર્વ શરૂ થયો હોઈ જેમાં ગત રાત્રિ ના ૧૨-૩૦ કલાકે જૂનાગઢ ના દીવાન ચોક વિસ્તાર માં અલમ (તાજિયા)નો સરઘસ નીકળતા સમયે રખડતા પશુ ઓનો ધણ રસ્તા નો વચો વચ જોવા મળેલ જેના કારણે ઘણી મુશ્કેલી પડેલ અકસ્માતો થતાં રહી ગયેલ ત્યારે જૂનાગઢ મહાનગર પાલિકા ની પશુ શાખા ની ઘોર બે દરકારી જોવા મળેલ જો આં રખડતા પશુ નું ટોળું કોઈપણ કારણસર ભડકે અથવા તે સરઘસ ની અંદર ઘુસી જાય તો સરઘસ માં સામેલ સ્ત્રી ઓ બાળકો વૃદ્ધો ની જાનહાનિ નો પ્રશ્ન ઉપસ્થિત થાય જેની સંપૂર્ણ જવાબદારી મનપા ના પશુ શાખા ના જવાબદારોની રહે. ત્યારે પ્રશ્ન એ થાય છેકે મનપા તંત્ર આં મુશ્કેલી માંથી જૂનાગઢ ની જનતા ને ક્યારે મુક્તિ આપશે આગામી સોમવાર મંગળવાર ના દિવસોમાં મહોરમ તાજિયા ના સરઘસ ના મુખ્ય દિવસો આવી રહેલ છે જેમાં અસંખ્ય જનમેદની એકત્રીત થવાની હોઈ આં ઉપરાંત અન્ય મોટા સાતમ આઠમ ના તહેવારો ના સરઘસ નીકળવા ના હોઈ ત્યારે મનપા તંત્ર કેવા પગલાં આં બાબતે ભરેછે તે જોવાનું રહ્યું

રિપોર્ટર : ટોફિક જેઠવા, જૂનાગઢ

Related posts

Leave a Comment