હિન્દ ન્યુઝ, ખંભાળીયા
દેવભૂમિ દ્વારકાના ખંભાળીયાની જાણિતી સંસ્થા ને ગુજરાત સીને મીડિયા એવોર્ડ 2025 એનાયત કરાયો
વડોદરા ખાતે કલા સંસ્કૃતિ સાથે સેવાભાવને “ગુજરાત સિને મીડિયા એવોર્ડ કાર્યક્રમ” માં બિરદાવતા આ તકે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાની સેવાભાવી સંસ્થા ‘એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ‘ ને એવોર્ડ એનાયત કરાયો. સંસ્થાના સભ્યોને ઘણો આણંદ ઉત્સાહ મળ્યો. સંસ્થાના ઉપપ્રમૂખ અશોકભાઇ સોલંકી ને શિલ્ડ આપવામાં આવ્યું. ‘એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ’ ટીમ દ્વારા કરવામાં આવતી સેવાઓની નોંધ પણ લેવામાં આવી.
