થરાદ તાલુકામાં જેસીબી ના તમામ ડ્રાઈવરો દ્વારા મિટિંગ નું આયોજન

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા

          થરાદ તાલુકામાં જેસીબી ના તમામ ડ્રાયવરોઓ દ્વારા આજે મિટિંગ કરવામાં આવી હતી. થરાદ જેતડા ધાનેરા લાખણી ભાભર સૂઇગામ વાવ તાલુકાના તમામ જેસીબી ના ડ્રાયવરોજનો શેણન માતાજીના મંદિર ભેગાં મળીને ખાનગી બેઠક કરવામાં આવી હતી અને કેટલાંક સમય થી ડ્રાયવરો ઓછા પગારથી નોકરી કરી રહ્યા છે. આજના સમય પ્રમાણે દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે, તો જેસીબી માલિક પગાર વધારો કરે તેવી ચર્ચાઓ કરવામાં આવી હતી અને તારીખ 01.10.2020 ના રોજ એસોસિયેશન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે કોઇ પણ ડ્રાયવરે 12 કલાક નોકરી કરવી હોય તો 17000 હજાર મહિને પગાર નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે કોઇ પણ વ્યક્તિ એસોસિયેશન નો ભંગ કરીને નોકરી કરવી નહિ. જો કોઇ પણ સ્થાનિક કે પછી બહારનો વ્યક્તિ ને એસોસિયેશન લગતા નિયમનો ભંગ કરશે તો તે ડ્રાયવરની સામે એસોસિયેશન લગતી કાર્યવાહી કરવામાં આવશે. તેવી એસોસિયેશનના આગેવાને ચીમકી ઉચ્ચારી હતી.

બ્યુરો ચીફ (ઉત્તર ગુજરાત) : ગંગારામ ચૌહાણ 

Related posts

Leave a Comment