હિન્દ ન્યુઝ, રાજુલા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશની આઝાદીના ૭૫ વર્ષ પુર્ણ થતા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે રાજુલા શહેરમાં માર્કેટિંગ યાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ અને હોદેદારો એકઠા થઇ માર્કેટિંગ યાર્ડ થી જુના સ્વામિનારાયણ મંદિર સુધી તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રાજુલા શહેરના મુખ્ય માર્ગો પરથી તિરંગા યાત્રા નીકળી હતી. આ તિરંગા યાત્રામાં મહેશભાઈ કસવાળા તથા કૌશિકભાઈ વેકરીયા અને સરદભાઈ પંડિયા ખાસ ઉપસ્થિત રહ્યા અને તિરંગા યાત્રામાં જોડાયા હતા. ભાજપના નેતાઓ, આગેવાનો તેમજ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સહીત હોદ્દેદારોએ તિરંગા હાથમાં લઈને યાત્રામાં જોડાયા હતા.…
Read MoreDay: August 9, 2022
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા ભાવનગર જિલ્લામાં આયોજીત ‘રન ફોર તિરંગા’ દોડનાં સમયમાં ફેરફાર
હિન્દ ન્યુઝ, ભાવનગર આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રન ફોર તિરંગા કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે, ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત યુનિવર્સિટી દ્વારા તા.૧૦ ઓગષ્ટ, ૨૦૨૨ ને બુધવારનાં રોજ સવારે ૦૭:૦૦ કલાકથી “રન ફોર તિરંગા” કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લા કક્ષાનાં વિદ્યાર્થીઓ માટે “રંગ ફોર તિરંગા” દોડનું આયોજન યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ છે અને વિદ્યાર્થીઓનો રીપોટીંગ સમય સવારે ૦૭:૦૦ કલાકનો રહેશે. આ કાર્યક્રમમાં અંદાજીત ૧૦,૦૦૦ (દસ હજાર વિદ્યાર્થીઓ) ભાગ લેશે અને તે કક્ષાનું આયોજન પણ કરવામાં આવેલ છે. કોલેજ અને ભવનમાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ આ…
Read Moreઓજ, તેજ અને ઉર્જાનું પ્રતિક એટલે સાવજ
આજે દિવસ (લાયન ડે) હિન્દ ન્યુઝ, ભાવનગર કોઈ માલધારીને પૂછો અથવા માલધારી એકબીજા વચ્ચે જ્યારે સામાન્ય વાત કરતાં હોય ત્યારે તે સાંજે પૂછી લે કે જનાવરના શું વાવડ છે. તો સમજી જવાનું કે, જનાવર એટલે ત્યાં સાવજની વાત થાય છે. માત્ર ગીર નહિ પરંતુ કાઠીયાવાડનો સમગ્ર પંથક સાવજની આખળી બની ગયો છે. ગીરના માલધારીઓ જ માત્ર સાવજ ને ચાહે છે એવું નથી, પરંતુ શેત્રુંજી કાંઠાના એ મરદ મુછાળા કંધોતરો આજે પણ કહે છે કે સાવજ ની ડણક ન સંભળાય તો ઘાટી ઊંઘ આવવાની કોઈ ગેરંટી નથી. અમારાં ચંપાયેલા માલઢોર જ્યારે…
Read More‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત મહુવાનાં ગ્રામ નિર્માણ સમાજ ખાતે રાષ્ટ્રધ્વજ મળી શકશે
હિન્દ ન્યુઝ, ભાવનગર દેશભરમાં આઝાદીનાં ૭૫ વર્ષની ઉજવણી થઈ રહી છે. જેનાં ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “હર ઘર તિરંગા” અભિયાન હેઠળ ભારત દેશના દરેક નાગરીકમાં રાષ્ટ્રીય ભાવનાનું સિંચન થાય અને તિરંગા પ્રત્યે સન્માનની ભાવના કેળવાઈ તેવા આશય સાથે ઉજવણી કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેનાં ભાગરૂપે મહુવાનાં ગ્રામ નિર્માણ સમાજ ખાતે રાષ્ટ્રધ્વજ લોકોને સરળતાથી ઉપલબ્ધ થઇ શકશે. ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન, મહુવા ખાતે સવારે ૯:૩૦ થી ૧:૧૫ અને ૩:૩૦ થી ૭:૪૫ સુધી વિવિધ સાઇઝનાં રાષ્ટ્રધ્વજ નાગરિકોને સરળતાથી મળી રહેશે. બ્યુરો ચીફ (ભાવનગર) : ડૉ. હકીમ ઝવેરી
Read Moreવાળુકડમાં ઉજવાશે રક્ષાબંધન પર્વ
હિન્દ ન્યુઝ, ભાવનગર લોક વિદ્યાલય, વાળુકડ મૂલ્યલક્ષી શિક્ષણની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપતુ જિલ્લાનું મહત્વપૂર્ણ વિદ્યાલય છે. આ વિદ્યાલય ખાતે જીવન ઘડતરના પાયાના મૂલ્યોને ઉજાગર કરવા સુંદર કાર્યક્રમનું આયોજન સતત થતું રહે છે. આવા જ એક ઉપક્રમના ભાગરૂપે ૧૧ ઓગષ્ટ, ગુરૂવારના રોજ રક્ષાબંધન પર્વનું આયોજન ડો.મનુભાઈ માત્રાવડીયાના અધ્યક્ષસ્થાને અને આચાર્યા ડો.બીનાબેન ત્રિવેદીના આશિર્વચન સાથે દેસુરભાઈ કુવાડિયા, શિક્ષણવિદ્ તખુભાઈ સાંડસુર તથા આચાર્ય હિરેનભાઇ આહિરના અતિથિવિશેષ પદે યોજાશે. સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સૌને રક્ષાસંકલ્પ લેવડાવાશે. મહાનુભાવો સ્ત્રીશક્તિકરણ પર પોતાના વિચારો પ્રગટ કરશે. સમગ્ર કાર્યક્રમનું આયોજન નિયામક નાનુભાઈ શિરોયાના વડપણ તળે થઈ રહ્યું છે. બ્યુરો…
Read Moreજગત જનની ગૌમાતા ઉપર લંપી વાયરસ રૂપી મહા આફત
હિન્દ ન્યુઝ, દિયોદર ગૌમાતા ઉપર લંપી વાયરસ ની મહા આફ્ત આવી પડી છે. આ આફત સામે ગૌમાતા નું રક્ષણ થાય તેમજ વિશ્વમાંથી આ વાયરસ જલ્દી નાબૂદ થાય તેથી વાયરસ ના લીધે દેવ થયેલ ગૌમાતાને શ્રદ્ધાંજલિ હેતુસર દિયોદર તાલુકાના સુરાણા ગામે ગૌ માતા માટે શિવ શક્તિ ગૌ માતાના ઘી ની 108 દીવડાની મહા આરતી એવમ મહાપ્રસાદ, ભવ્ય રંગોળીનું આયોજન શાસ્ત્રી રઘુરામભાઈ જોશી તથા શાસ્ત્રી રમેશભાઈ ની નિશ્રામાં સેવાકીય ગ્રુપ સુરાના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન લંપી વાયરસ માં દેવ થયેલ ગૌમાતાને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે દીપમાળા નું…
Read Moreવિશ્વ આદિવાસી દિન નિમિત્તે કડાણા ના આ દિવાસીઓ દ્વારા કરાઈ ભવ્ય ઉજવણી
હિન્દ ન્યુઝ,મહિસાગર વિશ્વ આદિવાસી દિન નિમિત્તે કડાણા ના આદિવાસીઓ દ્વારા નદીનાથ ના મંદિરે ડીજે ના તાલ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી કડાણા તાલુકા ના આદિવાસીઓ મોટા ભાગે પોતાના રુઢિગત પોષાક પહેરી દેશી ગફુલી ની રમત રમ્યા હતા અને આદિવાસી ઓનો દેવ ગણાતા બિરસા મુડા ભગવાન ની મુર્તિ લાવી સ્થાપના ક્યારે કરવામાં આવે તેના વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સમાજના આગેવાનો દ્વારા સંકલ્પ કરવામાં આવ્યા હતા અને યુવાનો ને કોઈ પણ પ્રકારના નશો ન કરવાનુ કેહવામાં આવ્યુ હતુ આમ જય જોહાર ના નારા સાથે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરી…
Read Moreમોડેલ સ્કૂલ વાગડોદ માં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવ
હિન્દ ન્યુઝ, પાટણ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાગડોદ ખાતે આવેલ મોડેલ સ્કૂલ માં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓ બહેનો દ્વારા શાળાના વિદ્યાથી ભાઈઓ અને શિક્ષકો ની રક્ષા માટે ભાઈઓના હાથે રાખડી બાંધીને આશીર્વાદ આપ્યા હતા અને શિક્ષકા બહેનએ શિક્ષકોને હાથે રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને આ પ્રસંગે ઉપસ્થિત શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષક સ્ટાફ અને મોડેલ સ્કૂલ વાગડોદ ના ઈનચાર્જ આચાર્ય સુષ્માબેન સોલંકી હાજર રહ્યા હતા અને રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર
Read Moreમોહસીને એ આઝમ મિશન દ્વારા હોસ્પિટલો માં ફ્રૂટ નું વિતરણ કરાયું
હિન્દ ન્યુઝ, રાધનપુર રાધનપુર હોસ્પિટલો ખાતે ફ્રુટ વિતરણ કાર્યક્રમ યોજાયો મહોરમના તહેવારને લઈને મુસ્લિમ બિરાદરો દ્વારા યોજાયો કાર્યક્રમ મુસ્લિમ સમાજ ના પવિત્ર ત્યોહાર મોહરમ ના દિવસે અનેક સેવાભાવી સંસ્થાઓ જરૂરિયાત મંદ લોકો ની સેવા કરી સેવાનું કાર્ય કરે છે ત્યારે રાધનપુરમાં પણ મોહસીને આઝમ મિશન સંસ્થા દ્વારા રાધનપુર હોસ્પિટલો માં ફ્રૂટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. ફાઝીલે બગદાદ સૈયદ હસન અશગરી અશરફી ઉલ ઝીલાની ની અધ્યક્ષતા માં શહીદો ની યાદ માં હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં રાધનપુર ખાતે સરકારી હોસ્પિટલ, આસ્થા હોસ્પિટલ, સાઈકૃપા હોસ્પિટલ જેવી અનેક હોસ્પિટલ ખાતે…
Read Moreવર્ષોની પરંપરા મુજબ રાધનપુર ખાતે તાજીયા નો તહેવાર ઉજવાયો
હિન્દ ન્યુઝ, રાધનપુર રાધનપુર ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ ના તહેવારને લઇ ને ઉજવણી કરવામાં આવી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મુસ્લિમ સમાજ દ્વારા તાજીયા ની ધૂમ ધામ થી ઉજવણી કરવામાં આવી જેમાં રાધનપુર ખાતે આવેલ વડપાસર તળાવ ખાતે ઠંડા કરવામાં આવ્યા તેમજ ખૂબ મોટી સંખ્યામાં રાધનપુર શહેર ના મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા.રાધનપુર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેમજ વર્ષોની પરંપરાગત મુજબ રાધનપુર ખાતે તાજીયા નો તહેવાર હર્ષ ઉલ્લાસ સાથે ઉજવાયો હતો. તાજીયા નું રાધનપુર શહેર ની બજાર ની અંદર અલગ અલગ લોકોએ સ્વાગત કર્યું હતું.…
Read More