હિન્દ ન્યુઝ, ભાવનગર
લોક વિદ્યાલય, વાળુકડ મૂલ્યલક્ષી શિક્ષણની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપતુ જિલ્લાનું મહત્વપૂર્ણ વિદ્યાલય છે. આ વિદ્યાલય ખાતે જીવન ઘડતરના પાયાના મૂલ્યોને ઉજાગર કરવા સુંદર કાર્યક્રમનું આયોજન સતત થતું રહે છે.
આવા જ એક ઉપક્રમના ભાગરૂપે ૧૧ ઓગષ્ટ, ગુરૂવારના રોજ રક્ષાબંધન પર્વનું આયોજન ડો.મનુભાઈ માત્રાવડીયાના અધ્યક્ષસ્થાને અને આચાર્યા ડો.બીનાબેન ત્રિવેદીના આશિર્વચન સાથે દેસુરભાઈ કુવાડિયા, શિક્ષણવિદ્ તખુભાઈ સાંડસુર તથા આચાર્ય હિરેનભાઇ આહિરના અતિથિવિશેષ પદે યોજાશે.
સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સૌને રક્ષાસંકલ્પ લેવડાવાશે. મહાનુભાવો સ્ત્રીશક્તિકરણ પર પોતાના વિચારો પ્રગટ કરશે. સમગ્ર કાર્યક્રમનું આયોજન નિયામક નાનુભાઈ શિરોયાના વડપણ તળે થઈ રહ્યું છે.
બ્યુરો ચીફ (ભાવનગર) : ડૉ. હકીમ ઝવેરી