હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના સુરનગર ગામે આજરોજ વિકસિત સંકલ્પ યાત્રા આવ્યો છે. ત્યારે ઘણા વર્ષથી ગાય આધારિત ખેતી કરતા ઉકાભાઈ સુવાગીયાએ લોકો સમક્ષ પ્રાકૃતિક ખેતીના લાભ જણાવ્યા હતા.તેમના જણાવ્યા પ્રમાણે સુભાષ પાલેકરના શિબિર દ્વારા માહિતગાર થઈ આજે અનેક ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે.
ઉકાભાઈ સુવાગીયાએ જણાવ્યું કે રાસાયણિક ખેતીનો શ્રેષ્ઠ વિકલ્પ પ્રાકૃતિક ખેતી છે. જીવામૃત, બીજામૃત, આચ્છાદાનના આધારે ખેતી કરી શકાય છે. ઉપરાંત વિવિધ પદ્ધતિથી છંટકાવ પણ કરી શકાય છે. પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદન વધુ થાય છે અને ચોમાસામાં બળદ અથવા નાના ટ્રેક્ટર દ્વારા પણ ખેતી કરી શકાય છે.
ઉકાભાઈ સુવાગીયાએ આવનારી પેઢી માટે પ્રાકૃતિક ખેતી દ્વારા વધુ સારું અને પૌષ્ટિક ઉત્પાદન કરવાં બીજાં તેમના ખેડૂત ભાઇઓ અને યુવાનોને આહવાન કર્યુ તેમજ પ્રાકૃતિક ખેતી કરવાનું પ્રોત્સાહન પણ સર્વ ગામના ઉપસ્થિત રહેલ લોકોને પ્રોત્સાહન આપ્યું હતું.
પ્રાક્રુતિક ખેતી સાથે વધુ લોકો જોડાય અને પ્રાક્રુતિક ખેતી દ્વારા આગામી પેઢી તંદુરસ્ત રહે તેવી આશા ઉકાભાઈ સુવાગીયાએ વ્યક્ત કરી હતી.