હિન્દ ન્યુઝ, રાજુલા
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશની આઝાદીના ૭૫ વર્ષ પુર્ણ થતા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે રાજુલા શહેરમાં માર્કેટિંગ યાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ અને હોદેદારો એકઠા થઇ માર્કેટિંગ યાર્ડ થી જુના સ્વામિનારાયણ મંદિર સુધી તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રાજુલા શહેરના મુખ્ય માર્ગો પરથી તિરંગા યાત્રા નીકળી હતી. આ તિરંગા યાત્રામાં મહેશભાઈ કસવાળા તથા કૌશિકભાઈ વેકરીયા અને સરદભાઈ પંડિયા ખાસ ઉપસ્થિત રહ્યા અને તિરંગા યાત્રામાં જોડાયા હતા. ભાજપના નેતાઓ, આગેવાનો તેમજ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સહીત હોદ્દેદારોએ તિરંગા હાથમાં લઈને યાત્રામાં જોડાયા હતા. આ યાત્રા ડીજેના તાલ સાથે ચાલતા-ચાલતા તિરંગા યાત્રા યોજાઈ હતી. વંદે માતરમ્ તેમજ ભારત માતાકી જય ના નારા લગાવ્યા હતા અને બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ આ તિરંગા યાત્રામાં હાજર રહ્યા હતા. રાજુલા પોલીસ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રાજુલામાં તિરંગા યાત્રાનું સુંદર આયોજન કરાયું હતું.
રિપોર્ટર : સુભાષ સળખણા, રાજુલા