મોહસીને એ આઝમ મિશન દ્વારા હોસ્પિટલો માં ફ્રૂટ નું વિતરણ કરાયું

હિન્દ ન્યુઝ, રાધનપુર

રાધનપુર હોસ્પિટલો ખાતે ફ્રુટ વિતરણ કાર્યક્રમ યોજાયો મહોરમના તહેવારને લઈને મુસ્લિમ બિરાદરો દ્વારા યોજાયો કાર્યક્રમ

મુસ્લિમ સમાજ ના પવિત્ર ત્યોહાર મોહરમ ના દિવસે અનેક સેવાભાવી સંસ્થાઓ જરૂરિયાત મંદ લોકો ની સેવા કરી સેવાનું કાર્ય કરે છે ત્યારે રાધનપુરમાં પણ મોહસીને આઝમ મિશન સંસ્થા દ્વારા રાધનપુર હોસ્પિટલો માં ફ્રૂટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. ફાઝીલે બગદાદ સૈયદ હસન અશગરી અશરફી ઉલ ઝીલાની ની અધ્યક્ષતા માં શહીદો ની યાદ માં હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં રાધનપુર ખાતે સરકારી હોસ્પિટલ, આસ્થા હોસ્પિટલ, સાઈકૃપા હોસ્પિટલ જેવી અનેક હોસ્પિટલ ખાતે ફ્રૂટ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ તેઓ દ્વારા સમગ્ર ભારત માં જ્યાં જ્યાં મિશન ની બ્રાન્ચ છે ત્યાં સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. રાધનપુરમાં પણ અશરફી ટિફિન સર્વિસ ચાલું છે જેમાં કોઈપણ જાતના ભેદભાવ વગર હિન્દુ મુસ્લિમ જરૂરત મંદો ને બે ટાઈમ શુધ્ધ સાકાહારી ટિફિન ઘર સુધી પોહચાડવામાં આવે છે. જેમાં સમગ્ર સેવાકીય કામમાં મોહસીન એ આઝમ મિશન રાધનપુર ના પ્રમુખ ઇમરાનભાઈ ઘાંચી, બાબાખાન ચૌહાણ, શોહિલભાઈ ઘાંચી, એન જે વ્હોરા, નીશારભાઈ સંઘવાડા, જાકીરભાઈ ઘાંચી(ઓટો સાથે), અરબાઝ ઘાંચી, ફિરોજ પઠાણ અને મોહસીન એ આઝમ મિશન ના તમામ કાર્યકર્તા હાજર રહી ભારે જેહમત ઉઠાવી હતી. આ તમામ મોહસીને આઝમ મિશન રાધનપુર બ્રાંચ ની સેવાકીય કામગીરી ને રાધનપુર તેમજ આજુબાજુ ના ગામલોકો દ્વારા બિરદાવવામાં આવી હતી.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment