પાલીતાણા તાલુકાના માનવડ ગામે વૃક્ષારોપણ અને રસ્તાનું ખાતમુહૂર્ત કરતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા

હિન્દ ન્યૂઝ, ભાવનગર

આપણા માતા-પિતા, દાદા-દાદી અને પૂર્વજોએ આપણને જે સંસ્કાર વારસો અને વિરાસતમાં આપી છે તેનું પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધીને આગળ વધીએ તેઓ અનુરોધ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માનવીયાએ કર્યો છે. પાલીતાણા તાલુકાના માનવડ ગામે યોજાયેલા વૃક્ષારોપણ અને રસ્તાના ખાતમુહૂર્ત પ્રસંગે તેમણે જણાવ્યું કે, દેશ ફરી પ્રાકૃતિક ખેતી તરફ જ પાછો વળશે અને એની શરૂઆત થઈ જ ચૂકી છે. આપણે ખેતીથી થોડાં વિમુખ થયાં છીએ પણ એ બાબત ઠીક નથી, બદલાયેલી પદ્ધતિઓ અને આધુનિક સાધનોનો ઉપયોગ કરીને પણ આપણે ખેતી કરવી જ પડશે અને એ ખેતી એ જ દુનિયાનો ઉદ્ધાર છે. આપણે પહેલાં દવાઓમાં ગૌમૂત્ર, લીમડાની ગળો જેવી કુદરતી વસ્તુઓ વાપરતા, ગાય ભેંસનું છાણ ખાતરમાં વાપરતાં અને એ પાછું આજે પ્રાકૃતિક ખેતીના માધ્યમથી આપણે શરૂ કર્યું છે અને એ સાચો માર્ગ છે આ પ્રકારની વાત કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ ઉપસ્થિત ગ્રામ્ય વિસ્તારના આગેવાનો, ખેડૂતો અને પ્રકૃતિપ્રેમી લોકોને પ્રાકૃતિક કૃષિ અંગેની વિસ્તૃત છણાવટ કરતાં જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રી ખૂબ વ્યસ્તતા વચ્ચે પણ પોતાના વતનના લોકો અને પોતાની મૂળ વાતો, મૂળ કામ એટલે કે ખેતીનો વારસો પશુપાલનનો વારસો જાળવવા સતત પ્રયત્નશીલ રહે છે.

Related posts

Leave a Comment