હિન્દ ન્યુઝ, ભાવનગર
પાલીતાણા ખાતે આવેલી મોડેલ સ્કૂલ, માનવડ દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની પંદર દિવસીય ઉજવણીનાં આઠમા મણકાના ભાગરૂપે પક્ષીપ્રેમી સર્જક – એવાં પ્રવીણભાઇ સરવૈયા દ્વારા સિંહ વિશે બાળકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
પ્રવીણભાઇ સરવૈયાએ પ્રકૃતિ કાવ્યોની રસાળ પ્રસ્તુતિ સાથે સિંહની આદત, ખોરાક, રહેઠાણ, સંવર્ધન, મહત્વ વગેરેની રસપ્રદ વાતો બાળકો વચ્ચે વહેંચી હતી.
આ પ્રસંગે સરવૈયા સાહેબે મોડેલ સ્કૂલ, માનવડને ‘આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી કરવા બદલ અભિનંદન પાઠવી શાળાની વિવિધ પ્રવૃત્તિઓ નિહાળી તેની પ્રશંસા કરી હતી. તેમણે શાળાને બાળકો માટે ભવિષ્યમાં પણ આ પ્રકારનાં સરસ આયોજનો કરતાં રહેવા શુભેચ્છાઓ પાઠવી હતી.