ગીર સોમનાથ -90, ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા વેરાવળ ના પટણી સમાજ અને સમસ્ત મુસ્લિમ સમાજ ના યુવાન નોમાનભાઈ પંજા નું સન્માન કરેલ,

ગીર સોમનાથ,

90-સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેર ના પટણી સમાજ અને સમસ્ત મુસ્લિમ સમાજ ના મધ્યમવર્ગ ના ગુલામહુશેનભાઈ પંજા ના પુત્ર નોમાનભાઈ એ ‘ડિપ્લોમા ઇન કમ્પ્યુટર એંજિનિરિંગ’ ના છઠા સેમસ્ટર માં ગુજરાત મા પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે, અને તેઓના પરિવાર તથા સમસ્ત મુસ્લિમ સમાજ નું ગૌરવ વધારેલ છે. નોમાનભાઈ એ પોતાની અથાગ મહેનત અને પરિશ્રમ થી સમસ્ત મુસ્લિમ સમાજ નું ગૌરવ વધારેલ હોય તેવા આ જોસિલા યુવાન ને બિરદાવા માટે ૯૦ સોમનાથ ના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એ નોમાનભાઇ નું પ્રમાણપત્ર અને પુસ્પગુચ્છ આપી સન્માનીત કરેલ છે. આ પ્રસંગે નોમાનભાઈ ના પરિવાર ના સદસ્યો પણ ઉપસ્થિત રહેલ હતા. ધારાસભ્ય વીમલભાઈ ચુડાસમાએ અભિનંદન આપતા જણાવેલ છે કે તમામ સમાજ ના યુવાનો નોમનભાઇની રાહ ઉપર શૈક્ષણિક જગતમાં આગળ વધી આપણાં ગુજરાત તથા વેરાવળ ગીર સોમનાથ નું નામ રોશન કરે. આ પ્રસંગે ધારાસભ્ય ના કાર્યાલયે નોમાનભાઈ પંજા ના પરિવાર તથા કુટુંબીજનો હાજર હતા. આ પ્રસંગેન શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઇ રાયઠઠ્ઠા શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ દેવીબેન ગોહેલ તથા શરેહ ઉપપ્રમુખ અશ્વિનભાઈ સુયાણી તેમજ કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહેલ હતા અને અભિનંદન પાઠવેલ હતા.

રિપોર્ટર : મો.સઈદ મહિડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment