ખેડબ્રહ્મા ના હરજીપુરા વિસ્તાર માં પીવાનું પાણી ડહોળું અને દુર્ગંધ મારતું આવ્યું

હિન્દ ન્યૂઝ, ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા ના રેલવે સ્ટેશન સામે આવેલ હરજીપૂરા વિસ્તાર માં ઘરે ઘરે નળ માં પીવાનું પાણી ડહોળું આવતા હોહાકર મચી જવા પામ્યો છે. ત્યાં સવાલ ઊઠી રહ્યાં છે. આ પાણી પીવા માં તો નહિ બીજા કામ માં પણ વાપરી ના શકાય તેવું પાણી આવે તો ત્યાં આવેલ પ્રજાજનો શું વાક છે ? આમ ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા કઈ એક્શન લેવામાં આવે તેજ અપીલ કરી રહ્યા છે. હર્જીપુરા વિસ્તાર માં હજુ કોઈ દવા નાખવામાં નથી આવી, ત્યાં ગંદકી સાફ સફાઈ થાય અને પીવા માટે સારું પાણી મળે તેજ અપીલ કરી રહ્યા છે, ત્યાંના પ્રજાજનો અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે વધુ પ્રમાણ માં સાફ સફાઈ થાય તે માટે અહીંયા છેલ્લા ત્રણ મહિના થી ગટર ઉભરાય છે, તેની હજુ સુધી કોઈ પણ જાત ની વ્યવસ્થા કરવામાં આવી નથી. આ બનાવ પછી પાલિકા શું નિર્ણય લેશે એ જોવું રહ્યું.

રિપોર્ટર : ઋત્વિક પટેલ, ખેડબ્રહ્મા

Related posts

Leave a Comment