શ્રી ગાયત્રી ગૌશાળા ટ્રસ્ટ જમડા દ્વારા અધિક માસમાં કથાનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, થરાદ,

હિન્દુ ધર્મમાં અધિક માસમાં પુણ્યદાન કરવા માટેનો શ્રેષ્ઠ સમય ગણાતો મહિનો માનવામાં આવે છે, જોકે આ અધિક માસમાં હિન્દું ધર્મના ભક્તજનો કથા કે દાન પૂણ્ય કરી અધિક માસની ઉજવણી કરાય છે, ત્યારે ૧૮મી સપ્ટેમ્બરના રોજથી અધિક માસ શરૂ થતો હોઈ થરાદ તાલુકાના જમડામાં આવેલ શ્રી ગાયત્રી ગૌશાળા ધામ ખાતે શ્રદ્ધૈય સ્વર્ગસ્થ રઘુનાથ ચુનીલાલ દવેના સમર્ણાર્થે શ્રી ગાયત્રી પંચાગ પરિવાર દ્વારા પવિત્ર અધિક માસ નિમિત્તે કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જે કથા સરકારની ગાઇડલાઇન અનુસાર અધિક માસ પૂર્ણ થાય ત્યા સુધી અકબંધ રખાઈ છે. સંપૂર્ણ અધિક માસ દરમિયાન યોજાનાર આ કથા શ્રી ગાયત્રી પંચાગ પરિવારના શ્રદ્ધેય સ્વર્ગસ્થ રઘુનાથ ચુનીલાલ શાસ્ત્રીના સ્મરણાર્થે આયોજિત છે, જેમાં આજથી અધિક માસ પ્રારંભ થતા કથા શુભારંભના દિવસે સંતો- મહંતો તેમજ ૪૨ ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજના પ્રમુખ બિપીનભાઈ ત્રિવેદી , થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, રાજપુત સમાજના અગ્રણી ડી.ડી. રાજપૂત સહિત શ્રીરામ ભક્તો ઉપસ્થિત રહી સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે કથાનું રસપાનની સાથે સાથે ભક્તો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જે અધિક માસ પૂર્ણ થાય ત્યા સુધી કથાની સાથે સાથે ભોજન પ્રસાદની વ્યવસ્થા અકબંધ રાખવાની હોઈ કથાનો લહાવો લેવા રાજેન્દ્ર રઘુનાથ શાસ્ત્રી અને બાલકૃષ્ણ રઘુનાથ શાસ્ત્રીએ આમંત્રણ પાઠવ્યું હતું.

રિપોર્ટર : અતુલ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment