નર્મદા ખાતે ગુજરાત રાજ્ય યોગ બૉડ દ્વારા આયોજિત નિ:શૂલક યોગ શિબિરનુ આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, નર્મદા

ગુજરાત રાજય યોગ બૉડ દ્વારા નિ:શૂલક યોગ કક્ષા અંતર્ગત રાજપીપલા, વડીયા રોયલ સન સીટી ખાતે જય માતાજી એજયુકેશન ટ્રસ્ટ ના સહયોગથી યોગ ટ્રેનર ડો. દમયંતિબા સિંધા દ્વારા એક યોગ શિબિર નુ આયોજન કરવામાં આવ્યું. જેમા વડીયા ગામની આસપાસ ની સોસાયટી ના રહીશો ને યોગ વિશે ની માહિતી આપવામાં આવી તેમજ યોગ ના મહત્વ વિશે માગૅદશન આપવામાં આવ્યું. સાથે સાથે યોગ પણ કરવામા આવ્યા. આ પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારી કચેરી ના યોગ ઇનચાજૅ તેમજ આરોગ્ય વિભાગ ના બુધ્ધિસાગર વસાવા, અને સોસાયટી ના પ્રમુખ /મંત્રી અર્જુનસિંહ અટોદરીયા ઉપસ્થિત રહ્યાં હતા.

રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, નર્મદા

Related posts

Leave a Comment