રાજકોટ નાં ગ્રીનલેન્ડ ચોકડી ખાતે રાજકોટ બહારથી આવતા મુસાફરોનું સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગ કરતી રાજકોટ મહાનગરપાલિકા

હિન્દ ન્યૂઝ, રાજકોટ

તા.૧૮/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની બહારથી આવતા મુસાફરો માટે S.T બસ સ્ટેશન ખાતે મહાનગરપાલિકા દ્વારા ચેકઅપ કામગીરી કરવામાં આવી રહી છે. ઉપરાંત થોડા મુસાફરો એવા પણ હોય છે કે જે લોકો શહેરની બહારના સ્ટોપ પર ઉતારતા હોય છે. તો આવા મુસાફરો માટે મહાનગરપાલિકા દ્વારા પ્રાઇવેટ બસ સ્ટોપ ખાતે ઉતારતા મુસાફરોનું સ્થળ પર જ સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગ્રીનલેન્ડ ચોકડી ખાતે પ્રાઇવેટ બસમાં રાજકોટ બહારથી આવતા મુસાફરોનું મનપા દ્વારા સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગ દરમ્યાન જો કોઇ પણ મુસાફરને શંકાસ્પદ લક્ષણો જણાશે તો તેમને જરૂરી સારવાર અર્થે ખસેડવામાં આવે છે. રાજકોટ બહારથી આવતા મુસાફરોનું બસમાંથી ઉતરતાની સાથે જ સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. એક જીલ્લામાંથી બીજા જીલ્લામાં મુસાફરી કરતા મુસાફરોનું ટેસ્ટીંગ અને સ્ક્રીનિગ કરવાથી કોરોના પોઝિટિવ દર્દી દ્વારા અન્ય વ્યક્તિઓને ચેપ લાગતો અટકાવી શકાય છે, તેમ મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment