ગીર સોમનાથના વેરાવળ માં મુસ્લિમ એકતા મંચ તરફથી પ્રતિ ક્ષી મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવેલ

વેરાવળ,

વેરાવળ પાટણ શહેરના વોર્ડ ન. ૨.૫ તથા ૬ માં ધણી કોલોનીઓ વર્ષોથી અસ્તિત્ત્વમા આવેલ છે. જેમાં મોટા પ્રમાણમાં વસવાટ થાય છે. હાલમાં વેરાવળ પાટણ શહેર માં થયેલ વરસાદ ના કારણે કોલોનીઓમા વરસાદી પાણી ભરાઇ રહેલ છે. જેનું એકમાત્ર કારણ કોલોનીઓમા કોઈ જ ગટર ની સુવિધા આપવામાં આવેલ નથી અને જે કોલોનીમાં ગટર આવેલ છે ત્યાં ચોમાસાં પૂર્વ સફાઈ કરવામાં આવેલ નથી. જેના કારણે પણ પાણી સતત લાંબા સમય સુધી ભરાઈ રહેલ છે.

ઉપરોક્ત વોર્ડની કોલોનીઓમા ખુલ્લા પ્લોટ પણ આવેલ છે, જે પ્લોટમાં પણ પાણી ભરાઇ રહેલ છે જે અંગે આપની કચેરી તરફથી કોઈ જ નિરાકરણ લઇ આપવામાં આવેલ નથી. વરસાદી પાણી લાંબા સમય સુધી ભરાઈ રહેવાથી પાણીમાં લીલ થઇ જાય છે અને તેમાં મચ્છરો પેદા થાય છે અને જેનાથી બીમારીઓ ઉદ્દભવે છે. કોવિડ- ૧૯ ગીર સોમનાથ જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાં પોતાની ચરમ સીમા પર છે, જેમાં વેરાવળ પાટણ શહેરમાં રોજ અન્ય તાલુકાઓ કરતા વધારે નવા કેસો આવે છે, બીજું કે કચેરી તરફથી થોડા સમય પહેલા જ નવા સીસી રોડ, બ્લોક રોડ વગેરે બનાવવામાં આવેલ છે. જે સરાહનીય કાર્ય છે અને તેનાથી હર્ષની લાગણી પેદા થાય છે, પરંતુ ખેદ વ્યક્ત કરતા જણાવવું પડે છે કે વેરાવળ પાટણ શહેર ના ઉપરોકત વિસ્તારોમાં આવી સમસ્યાઓ વષો થી સર્જાઇ રહી છે . તેને લગતી રજુઆતો પણ શહેરીજનો તરફથી આપ ને કરવામાં આવેલ છે, તેમ છતાં આપની કક્ષાએ થી કે કચેરી તરફથી કાયમી નિરાકરણ લઇ આપવામાં આવતું નથી. જેથી અમારું સુચન છે કે આપ તરફથી એક ટીમની નિમણુંક કરી સદરહુ વિસ્તારમાં જે દર વર્ષે વરસાદી પાણીનો ભરાવો થાય છે તેનું કાયમી ધોરણે નિરાકરણ કરવામાં આવે તેવી અમારી રજુઆત છે.

આ આવેદનપત્ર આપવામાં ગીર સોમનાથ જિલ્લાના મહિલા પ્રમુખ રીઝવાનાબેન ચોહાણ, તેમની ટીમ, પ્રભાસ પાટણ શહેર પ્રમુખ હારૂન કાલવાત, વેરાવળ શહેરના સંગઠન સચિવ આતિફભાઈ મલેક, પ્રભાસ પાટણ શહેરના સલાહકાર સચિવ સતારભાઈ શેખ, પ્રભાસ પાટણ શહેરના ઉપ પ્રમુખ નુરમહમદભાઇ ભાદરકા, પ્રભાસ પાટણ શહેરના યુવા પ્રમુખ અલ્તાફભાઈ ઈકબાલ પંજા, વેરાવળ શહેરના સોશિયલ મીડિયા કનવીનર સજ્જાદભાઈ યુસફ સુમરા, પ્રભાસ પાટણ શહેર સોશિયલ મીડિયા કનવીનર અલ્લારખાભાઇ મનસુરી, કાજલી ગામના પ્રમુખ ઇરફાનભાઇ સુલતાન સુમરા, ઉમરાળા ગામ ના પ્રમુખ અલ્તાફ ઇશા પંજા ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : હારૂન કાલવાત, વેરાવળ

Related posts

Leave a Comment