રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી અધિકારીઓ અને કર્મચારીઓની કુલ.૧૨૦૦ થી વધુ ટીમોને શહેરમાં ઉતારવામાં આવી છે.

રાજકોટ,

રાજકોટ શહેર તા.૫/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા જે તે ઘરમાં કોરોના હોવાની શંકા દર્શાવતા સામાન્ય લક્ષણ દેખાયા હોય તો તે સભ્યના ટેસ્ટ હાથ ધરે છે. મનપા દ્વારા તાજેતરમાં જ શરૂ કરવામાં આવેલા કુલ.૩૬ ટેસ્ટીંગ વ્હીકલ દરેક વોર્ડમાં ટેસ્ટની કામગીરી કરે છે. ૩૬ ટેસ્ટીંગ વ્હીકલ ઉપરાંત આરોગ્ય કેન્દ્રો, ૧૦૪ સેવા રથ અને ધનવંતરી રથ દ્વારા પણ ટેસ્ટની કામગીરી કરવામાં આવી રહી છે. આ સર્વેલન્સની કામગીરીમાં શહેરની સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના શિક્ષકોનો ખુબ મોટો ફાળો મળ્યો છે. જેમાં દરેક શિક્ષકે ૧૦ ઘરની જવાબદારી ઉઠાવી છે. આ ટીમો દ્વારા દરેક વોર્ડને આવરી લેવામાં આવી રહયા છે. દરેક વોર્ડમાં આ ટીમો ઘેર ઘેર જઈને સર્વે કરી રહી છે. જે તે ઘરમાં કેટલા સદસ્યો રહે છે. અને તેમાં ૬૦ વર્ષથી મોટા અને ૧૦ વર્ષથી નાની ઉમરના કેટલા સભ્યોની તેની માહિતી પણ મેળવે છે. ઘરમાં કોઈને શરદી કે તાવ, કે ઉધરસ કે પછી અન્ય કોઈ મોટી બીમારી છે કે કેમ તેની જાણકારી પ્રાપ્ત કરે છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment