નર્મદા ખાતે આજે શિક્ષક દિવસ ની ઉજવણી કરવામાં આવી

નર્મદા,

આજ રોજ ૫ મી સપ્ટેમ્બર ૨૦૨૦, શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અેનાયત કાયૅકમ જીલ્લા સેવા સદન, કલેક્ટર ની કચેરી, નર્મદા, રાજપીપલા ખાતે યોજવામાં આવ્યો. જે અંતર્ગત રાજય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ ના વરદ હસ્તે તાલુકા કક્ષા અને જીલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ભરુચ લોકસભા સાંસદ મનસુખભાઇ વસાવા, જીલ્લા વિકાસ અધિકારી નમૅદા, નાંદોદ ના ધારાસભ્ય પી.ડી.વસાવા, જીલ્લા શિક્ષણ અધિકારી, પ્રાથમિક જીલ્લા શિક્ષણ અધિકારી, જીલ્લા શિક્ષક સંઘ પ્રમુખ, નમૅદા સુગર ફેક્ટરી ના ચેરમેન ધનશયામભાઈ પટેલ, નર્મદા ભાજપ જિલ્લાના મહામંત્રી, ગજેન્દ્રસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટર : હિતેન્દ્ર વાસંડીયા, નર્મદા

Related posts

Leave a Comment