અંબાજી મંદિર ફ્લાય ઓવરબ્રિજના દુકાનદારો પાસે લોકડાઉન સમયનું ભાડું મંદિર ટ્રસ્ટ તરફથી લેવાતા વેપારીઓએ નારાજગી વ્યક્તકરી

અંબાજી, હિન્દ ન્યુઝ

કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો ત્યારે લોકો ને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ત્યારે વેપાર જગત ને પણ બહુ મોટો ફટકો પડયો હોવાનું પણ સામે આવ્યું છે, ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે લોકડાઉન દરમિયાન સરકાર દ્વારા ત્રણ મહિના જે લોકડાઉન કરાયું હતું તે દરમિયાન અંબાજી મંદિરની અંદર આવેલી દુકાન ચાલકો કે જે મંદિર ટ્રસ્ટ સંચાલિત છે તે દુકાન ચાલકો જોડે મંદિર ટ્રસ્ટે માર્ચ, એપ્રિલ, મે એમ ત્રણ મહિના કે જે સમયે સરકાર દ્વારા આ ત્રણ મહિના મંદિર અને સંપૂર્ણ ભારત બંધ રહ્યું હતું. તેનું પણ ભાડું અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વસૂલાતા ઓવરબ્રિજ ના વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી. જ્યારે ભારતના વડાપ્રધાન મોદી પણ ભારતની જનતાને અપીલ કરી અને આ ત્રણ મહિનાનો ભાડું માફ કરવા વિનંતી કરી હતી તેને ધ્યાનમાં લઇ અનેક જગ્યાઓ સહિત અંબાજીમાં પણ અનેક વેપારીઓ ના ભાડા અંબાજીના દુકાન માલિકો એ પણ માફ કર્યા છે પણ અંબાજી મંદિર ટ્રસ્ટ એ નરેન્દ્ર મોદી ની અપીલ ને ધ્યાનમાં રાખી અને દુકાન ચાલકોનો ત્રણ મહિના નું ભાડું માફ કરે તેવી મંદિર અંદર ના વેપારીઓની માગણી ઉઠવા પામી છે. એટલું જ નહીં તેમણે વધુમાં જણાવ્યું કે ત્રણ મહિના મંદિર બંધ હતું તે સમય દરમિયાન અમારી હાલત બહુ નબળી બની ગઈ હતી. તે સમયે પછી પણ હવે મંદિરની અંદર પ્રસાદી કે અન્ય કોઈ વસ્તુ લઈ જવા દેવામાં આવતી નથી અને અમારી દુકાનો આગળ જાળી પણ બાંધી દેવામાં આવી છે. જેથી કરી અમારે એ ત્રણ મહિનાનું કે હમણાં નું ભાડું પણ કઈ રીતે આપવું તેવી પરિસ્થિતિ ઊભી થવા પામી છે. તેથી અમારી પરિસ્થિતિને સમજી અને અમારૂ ત્રણ મહિનાનું ભાડું માફ કરે અને મંદિરની અંદર પ્રસાદ પૂજાપો લઈ જવા દેવામાં આવે તેવી અમે સૌ વેપારી મંડળ મંદિર ટ્રસ્ટ, માન. મુખ્યમંત્રી અને કલેક્ટર ને વિનંતી કરી છે.

રેપોટર : બીપીન સોલંકી, અંબાજી

Related posts

Leave a Comment