છોટાઉદેપુર બસ ડેપો ખાતે કવાંટ જામનગર બસમાં કંડકટર દ્વારા મુસાફરોને હેરાનગતિ

છોટાઉદેપુર,

મળતી માહિતી મુજબ છોટાઉદેપુર ખાતે આજ રોજ કવાંટ જામનગર બસ સાંજના 5.00 વાગ્યાના સમયે છોટાઉદેપુર એસ.ટી ડેપોમાં આવી પહોંચી હતી. લેડીઝ કંડકટર દ્વારા લોકલ નજીકના સ્થળ તેમજ વડોદરા જવાવાળા પેસેન્જર ને બસમાં ચઢવા દીધા ન હતા તેમજ દૂરની મુસાફરી વાળા પેસેન્જરોને બસમાં ચઢવા દેવામાં આવ્યા હતા, આના પાછળનું શું કારણ હોઈ શકે ? શું છોટાઉદેપુર એસ.ટી ડેપોમાં આવતી બધી બસોમાં આ જ રીતે વહીવટ ચાલી રહ્યો છે કે શું ? તેમજ COVID-19 ની મહામારી હાલ વિશ્વમાં પૂરઝડપે ફેલાઈ રહી છે, તો આવા કપળા સમયમાં સરકારી પરિપત્રના નિયમો અનુસાર બસમાં મુસાફરી કરવા માટે ૩૩ પેસેન્જરની છૂટ આપવામાં આવી છે, તેનું પણ છોટાઉદેપુર એસ.ટી ડેપોમાં ઉલ્લંઘન થઈ રહ્યું છે, તેમજ સોશીયલ ડિસ્ટન્સ પણ જળવાતું નથી, એસ.ટી ડેપોના પ્રાંગણમાંથી જો કોઈ કોરોના કેસ સામે આવે, તો એના માટે કોણ જવાબદાર ? આમ જનતાને આ સવાલ સતાવી રહ્યો છે.

રેપોટર : નઈમ હુઈ, છોટાઉદેપુર

Related posts

Leave a Comment