રાજકોટ કંટ્રોલરૂમમાં એક સાથે ૬ થી વધુ ફરિયાદ આવતા આજે સવારથી પ્રાંત અધિકારીનો કાફલો ખાનગી હોસ્પિટલમાં ત્રાટક્યો છે : ક્લેક્ટર રૈમ્યા મોહન.

રાજકોટ,

રાજકોટ શહેર તા.૫/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં કોરોનાની સારવાર માટે ૧૯ હોસ્પિટલને કલેકટર તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. પરંતુ તેમાં કેટલીક ખાનગી હોસ્પિટલોના સંચાલકો કોરોનાના નામે દર્દીઓને ૩-૪ ગણા બિલો ફટકારવામાં આવતા ભારે દેકારો બોલી ગયો છે. જીલ્લા કલેકટર રેમ્યા મોહને કોરોનામાં વધુ બિલો ફટકારતી હોસ્પિટલોની સામે ફરિયાદ કરવા માટે સ્પેશિયલ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. ગઈકાલે કંટ્રોલરૂમમાં એક સાથે ૬ થી વધુ ફરિયાદ આવતા આજે સવારથી પ્રાંત અધિકારીઓ નો કાફલો ખાનગી હોસ્પિટલમાં ત્રાટક્યો છે. પ્રાંત અધિકારી સિધ્ધાર્થ ગઢવી, મામલતદાર દંગી, મેડિકલ સ્ટાફ સહિત ૧૨ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે સ્ટર્લિંગ હોસ્પિટલ, એચ.જે. દોશી હોસ્પિટલ, વોકહાર્ટ હોસ્પિટલ સહિતની ખાનગી હોસ્પિટલોમાં ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. ચેકીંગમાં કોરોનાની હોસ્પિટલમાં દર્દીઓને કેવી સારવાર આપવામાં આવે છે. અને હોસ્પિટલમાં શું-શું સુવિધા છે. તેનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. ઉપરાંત હોસ્પિટલમાં બેડની સંખ્યા, I.C.U, ઓક્સિજનની પણ ચકાસણી હાથ ધરવામાં આવી છે. હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ પાસેથી ૪ ગણા ભાવ વસુલ કરવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. જીલ્લા કલેકટર દ્વારા આજે દરોડાની સુચના આપવામાં આવતા સવારથી જ પ્રાંત અધિકારીની ટીમ જૂદી-જૂદી હોસ્પિટલોમાં ત્રાટકી છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment